ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત

વીકે પોલે કહ્યુ- લોકોનું કહેવુ છે કે બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે આ વિશે કોવેક્સીન નિર્માતા કંપની (ભારત બાયોટેક) ની સાથે ઉલ્લેખ કર્યો તો તેણે તેનું સ્વાગત કર્યું.
 

ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત

નવી દિલ્હીઃ વેક્સિન નિર્માણની દિશામાં ગુરૂવારે એક સકારાત્મક સમાચાર આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો ભારત બાયોટેક (bharat biotech) સિવાય બીજી કંપનીઓ પણ સ્વદેશી વેક્સિન 'કોવેક્સીન'નું (covaxin) નું ઉત્પાદન કરવા લાગશે. જો આમ થાય તો ભારતની ક્ષમતામાં વધારો થશે અને વેક્સિનની કમીની ફરિયાદ દૂર થશે. 

હકીકતમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યુ કે, બીજી કંપનીઓ દ્વારા કોવેક્સીન બનાવવાની વાતનું ભારત બાયોટેકે સ્વાગત કર્યુ છે. ભારત બાયોટેક કોવેક્સિનની નિર્માતા કંપની છે. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે અને દેશમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં તે મહત્વની ભૂમિકામાં છે. 

— ANI (@ANI) May 13, 2021

વીકે પોલે કહ્યુ- લોકોનું કહેવુ છે કે બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે આ વિશે કોવેક્સીન નિર્માતા કંપની (ભારત બાયોટેક) ની સાથે ઉલ્લેખ કર્યો તો તેણે તેનું સ્વાગત કર્યું. આ વેક્સિન હેઠળ લાઇવ વાયરસ નિષ્ક્રિય થી જાય છે અને તે માત્ર બીએસએલ3 લેબમાં થાય છે. 

નીતિ આયોગના સભ્યએ આગળ કહ્યું- દરેક કંપની પાસે તે નતી. અમે તે કંપનીઓને ખુલ્લુ આમંત્રણ આપીએ છીએ જે આમ કરવા ઈચ્છે છે. જે કંપનીઓ કોવેક્સીનનું નિર્મામ કરવા ઈચ્છે છે, તેણે મળીને કરવું જોઈએ. સરકાર સહાયતા કરશે જેથી ક્ષમતા વધી શકે. 

વીકે પોલના આ નિવેદનનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાગત કર્યુ છે. કેજરીવાલે કહ્યુ- આ સરકારનું ખુબ સ્વાગત યોગ્ય પગલુ છે. તે ઉત્પાદનમાં તેજી લાવશે. હું કેન્દ્ર સરકારને તે પણ આગ્રહ કરું છું કે તે વિદેશથી સીધી વેક્સિન મંગાવવાની જગ્યાએ દરેક રાજ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં એક બીજા વિરુદ્ધ બોલી લગાવે.

તો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ- અમને તે વાતની ખુશી છે કે કેન્દ્ર સરકારે બીજી કંપનીઓને કોવેક્સીન બનાવવા પર રાજી થઈ છે. અમને આશા છે કે વેક્સિનને વન નેશનના રૂપમાં આયાત કરવાના અમારા બીજા સૂચન પર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news