નવી દિલ્હી: યંગ ઈન્ડિયા મામલે ગાંધી પરિવાર (Gandhi Family)ને આવકવેરા ટ્રિબ્યુનલે મોટો ઝટકો આપ્યો છે. યંગ ઈન્ડિયન (Young Indian) મામલે 100 કરોડ રૂપિયાનો ટેક્સનો કેસ ફરી ખુલશે. આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે(Income Tax Appellate Tribunal) ગાંધી પરિવારની અરજી ફગાવી દીધી છે. રાહુલ ગાંધી(Rahul Gandhi)એ યંગ ઈન્ડિયનને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે તેને ફગાવી દીધી. આવકવેરા ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં યંગ ઈન્ડિયનને વાણિજ્ય સંગઠન ગણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના સાથે 'નીકટતા વધતા' મુસ્લિમ સંગઠનો કોંગ્રેસથી નારાજ, કહ્યું-'જવાબ આપવો પડશે'


ટ્રિબ્યુનલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને બાકીના કોંગ્રેસ નેતાઓ સંબંધિત તે અપીલ ફગાવી દીધી જેમાં તેમણે યંગ ઈન્ડિયનને મળેલી ચેરીટેબલ આવક ટેક્સ છૂટને બહાલ કરવાની માગણી કરી હતી. એટલે કે યંગ ઈન્ડિયાએ ટેક્સ ચૂકવવો પડશે. યંગ ઈન્ડિયન ચેરિટેબલ કંપની બનાવવામાં આવી હતી. પછી આવકવેરા ટેક્સમાંથી છૂટ માટે રજિસ્ટ્રેશન પણ કરાવાયું હતું. તેમાં AICCથી 90 કરોડ રૂપિયા AJLમાં ટ્રાન્સફર કરાયા અને તેના બદલે ફક્ત 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયનના નામે શેર ઈશ્યુ કરાવ્યા અને એડિશનલ શેર પણ લઈ લેવાયા હતાં.


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube