ઉત્તર પ્રદેશ: યુપીના મહરાજગંજ જિલ્લા હોસ્પિટલના અધીક્ષકની ઓફિસમાં પિતાનો જીવ બચાવવા માટે આ યુવક ઘૂંટણીયે બેસીને ઓક્સિજન માટે કગરી રહ્યો છે. પડોશી જિલ્લા કુશીનગરથી આવેલા યુવકની આંખોમાં ડર અને જીભ પર 'સર..પ્લીઝ...' છે. અહીં સિસ્ટમ પાસે ઓક્સિજન નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા દેશની સાથે તરાઇના આ જનપદ મહારાજગંજમાં પણ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ગુરૂવારે જિલ્લામાં 253 લોકો તેનાથી સંક્રમિત થયા, પરંતુ કેટલાક સાજા થયા પરંતુ સંસાધનોના લીધે આ પછાત જિલ્લામાં વધુ ભયનો માહોલ છે. અહીં લોકો સ્વાસ્થ્ય સુવિધાઓને લઇને ચિંતિત છે. ગુરૂવારે જિલ્લા હોસ્પિટલના સીએમએસ રૂમમાં સર્જાયેલ દ્વશ્ય જોઇને લાગી રહ્યું છે કે આખી સિસ્ટમ ફેલ છે. 

Maharashtra: થોડા દિવસોની રાહત ફરી કોરોના ગ્રાફમાં આવ્યો ઉછાળો, 1 દિવસમાં 802ના મોત


ગુરૂવારે જિલ્લા સંયુક્ત હોસ્પિટલના સીએમએસ ડો એકે રાય પોતાની ચેમ્બર્સમાં કેટલાક ડોક્ટરો સાથે બેસ્યા હતા. તે દરમિયાન મુખ્ય સમયે ઓફિસમાં પડોશી જનપદ કુશીનગરના નેબુઆ નૌરંગિયાથી એક યુવક તે આ આશા સાથે દોડતો દોડતો આવ્યો કે તેના પિતાના શ્વાસ જતાં જતાં બચી જશે. ઘૂંટણીયે બેસીને હાથ જોડીને સીએમએસ પાસે ઓક્સિજનના એક સિલિંડર માટે આજીજી કરવા લાગ્યો. 


કગરવા પાછળ તેના ચહેરા પર એક ભય હતો. તે સીએમએસને ફરિયાદ કરી રહ્યો હતો કે તેના પિતા અનિરૂદ્ધ ચૌધરીની તબિયત ખરાબ છે. ઓક્સિજન લેવલ 72 સુધી આવી ગયું છે શ્વાસ લેવા માટે તડપી રહ્યા છે. જો તેમને તાત્કાલિક ઓક્સિજન નહી મળે તો તેમનો જીવ મુશ્કેલી મુકાઇ જશે. 


યુવકે એક જ શ્વાસમાં પોતાની વાત સીએમએસ સમક્ષ રજૂ કરી દીધી. આ દરમિયાની તેની આંખો ભરાઇ આવી હતી, તેમાં ડર પણ હતો. મોંઢામાંથી સર પ્લીઝ, ઓક્સિજન અપાવી દો... ની વાત કહી રહ્યો હતો. 


સીએમએસએ કર્મચારીઓને કહ્યું કે યુવકના પિતાને ઇમરજન્સીમાં ઓક્સિજન પુરો પાડો. કર્મચારીઓએ તાત્કાલિક યુવકના પિતા અનિરૂદ્ધ ચૌધરીને ઇમરજન્સીમાં દાખલ કર્યા અને તાત્કાલિક ઓક્સિજન પુરો પાડ્યો. તેથી દર્દીની હાલત સુધરી ગઇ. ઓક્સિજન લેવલ મેન્ટેન થયા બાદ યુવકે હોસ્પિટલના સીએમએસ ડો એકે રાય તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ તે પોતાના પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવીને લઇ ગયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube