Maharashtra: થોડા દિવસોની રાહત ફરી કોરોના ગ્રાફમાં આવ્યો ઉછાળો, 1 દિવસમાં 802ના મોત

એટલું જ નહી, ગત 1 દિવસમાં અહી કોરોનાથી સંક્રમિત થતાં 802 લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. એટલે કે દર કલાકે 33 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. શરૂઆતથી આંકડા પર નજરઈ તો અત્યાર સુધી 69,615 લોકોના કોરોનાથી મોત થયા છે.

Maharashtra: થોડા દિવસોની રાહત ફરી કોરોના ગ્રાફમાં આવ્યો ઉછાળો, 1 દિવસમાં 802ના મોત

મુંબઇ: થોડા દિવસથી નવા કોરોના (Coronavirus) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડા બાદ આજે ફરી મહારાષ્ટ્ર (Maharashtra) ના કોરોના ગ્રાફમાં ઉછાળો આવ્યો છે. ગત 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 63,282 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે 46,65,754 ને પાર પહોંચી ગયો છે. 

એક દિવસમાં 802 દર્દીઓના મોત
એટલું જ નહી, ગત 1 દિવસમાં અહી કોરોનાથી સંક્રમિત થતાં 802 લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. એટલે કે દર કલાકે 33 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. શરૂઆતથી આંકડા પર નજરઈ તો અત્યાર સુધી 69,615 લોકોના કોરોનાથી મોત થયા છે. જોકે રાહતની વાત એ રહી કે શનિવારે 61, 326 દર્દીઓ કોરોન સામે જંગ જીત્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 39,30,302 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. 

મુંબઇમાં ઘટી રહ્યો છે નવા દર્દીઓનો આંકડો
તો બીજી તરફ (Mumbai) ની વાત કરીએ તો અહીં નવા કોરોના સંક્રમિતોનો આંકડો સતત નીચે જઇ રહ્યો છે. ગત 24 કલાક દરમિયાન શહેરમાં કોરોનાના 3,897 નવા કેસ જોવા મળ્યા છે. આ સાથે જ મુંબઇમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા વધીને 6,52,368 થઇ ગઇ છે. આ ઉપરંત એક દિવસમાં મુંબઇમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાથી 90 લોકોના મોત થયા છે. હવે શહેરમાં કુલ 13,215 મોત થયા છે.  
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news