બુરખો પહેરીને ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો તો ખુલી વિચિત્ર પ્રેમકથા
લોકો કહે છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ જ યોગ્ય છે. એવુ જ કંઇક યુપીની રાજધાની લખનઉમાં જ્યાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે બુરખો પહેરીને મહિલા બની ગયો અને તેને મળવા માટે નિકળી ગયો. જો કે તે પોતાની પ્રેમીકાને મળે તે પહેલા તે પોલીસના હાથે ચડી ગયો અને તેની ઇચ્છા અધુરી રહી. પોલીસે આવીને તેના પ્રેમની ગાડીને બ્રેક મારી દીધી હતી.
લખનઉ : લોકો કહે છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ જ યોગ્ય છે. એવુ જ કંઇક યુપીની રાજધાની લખનઉમાં જ્યાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે બુરખો પહેરીને મહિલા બની ગયો અને તેને મળવા માટે નિકળી ગયો. જો કે તે પોતાની પ્રેમીકાને મળે તે પહેલા તે પોલીસના હાથે ચડી ગયો અને તેની ઇચ્છા અધુરી રહી. પોલીસે આવીને તેના પ્રેમની ગાડીને બ્રેક મારી દીધી હતી.
ગ્રેટર નોએડા: ભાતમાંથી મીટ નિકળતા ભડક્યાં વિદ્યાર્થીઓ, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ
લખનઉમાં શંકાસ્પદ ગતિવિધિની શંકામાં પોલીસે એક એવા યુવકને ઝડપી લીધો જે બુરખો પહેરીને ફરી રહ્યો હતો. પોલીસે જ્યારે તેનું કારણ પુછ્યું તો તે યુવક હોવા છતા પણ બુરખો પહેરીને શા માટે ફરી રહ્યો છે, તે યુવકે પોતાની સંપુર્ણ પ્રેમ કથા પોલીસને જણાવી દીધી હતી.
જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !
આંધ્ર: ગોદાવરીમાં ડુબી હોડી, 11ના મોત, યુદ્ધના ધોરણે બચાવકાર્ય છતા આંકડો વધે તેવી વકી
યુવકે જણાવ્યું કે, બુરખો પહેરીને એટલા માટે પોતાની ગર્લફ્રેંડને મળવા જઇ રહી હતી જેથી તેના ઘરના લોકો તેને ઓળખી ન લે. યુવકને બુરખો પહેરીને ત્યાંથી આવતા જતા લોકોના ટોળા જમા થવા લાગ્યા હતા. જેઓ યુવકના ફોટા પાડવા લાગ્યા હતા.
ગંગવારે કહ્યું, નોકરીતો છે યોગ્ય યુવાનો નહી, માયાવતી-પ્રિયંકાએ ઝાટકણી કાઢી
પોલીસે યુવકનાં ઘરનાં લોકોને ઘટના સ્થળે જ ફોન કરીને બોલાવ્યા અને ફરી આવી ભુલ ન કરે તેવી સલાહ આપીને તેને પરિવારનાં લોકોને સોંપી દીધો હતો. હવે આ યુવક બુરખો પહેરી પોતાની ગર્લફ્રેંડને તો નહોતો મળી શક્યો. જો કે તેની બુરખો પહેરેલી તસ્વીરો વાઇરલ થવા લાગી છે.