જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !

વડાપ્રધાન દ્વારા ચલાવાયેલા અભિયાન હેઠળ ખાનગી બેંકોએ 0 એકાઉન્ટ બેલેન્સ ખોલ્યા, હવે વિવિધ કમરતોડ ચાર્જ વસુલવાનું ચાલુ કર્યું.

જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !

અમદાવાદ : દેશની મોટી પ્રાઇવેટ બેંકો પૈકીની એક ICICI બેંકે પોતાનાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ડિજિટલી લેવડ દેવડ વધે તેવા બહાના હેઠળ જીરો બેલેન્સ એકાઉન્ડ હોલ્ટર્સ પર એવો ચાર્જ લગાવી દીધો છે, જેના કારણે ગ્રાહકોને પરેશાની થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો તમારુ ICICI બેંકમાં જીરો બેલેન્સ એકાઉન્ટ છે તો પછી આગામી દિવસોમાં તમારે બ્રાંચમાંથી કેશ ઉપાડતા સમયે નાણાની ચુકવણી કરવી પડશે. ICICIએ જીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સનાં 16 ઓક્ટોબરથી બેંકનાં કોઇ પણ બ્રાંચમાંથી કેશ ઉપાડવા અંગે 100-125 રૂપિયાનું શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. ગ્રાહકનાં દર નિકાસી પર શુલ્ક ચુકવવું પડશે.

આંધ્રમાં 60 સહેલાણીઓ સાથેની હોડી ડુબી, 7ના મોત, આંકડો વધે તેવી શક્યતા
ICICI બેંકના અનુસા રોકડ ઉપાડવા ઉપરાંત જો જીરો બેલેન્સ એકાઉન્ટમાં ગ્રાહક મશીન દ્વારા પૈસા જમા કરે છે. તો તેના માટે પણ શુલ્ક લાગશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ICICI બેંકે શુક્રવારે રાત્રે એક નોટિસ ઇશ્યું કરી છે કે અમે પોતાના ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન ડિજિટલ મોડમાં કરવા માટે ઉત્સાહિત કરે છે. 

Tips: વજન ઉતારવા માટે અક્સિર છે જીરાનું પાણી, ફાયદા જાણીને આજે જ પીવાનું શરૂ કરી દેશો
બેંકનો તર્ક છે કે દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. એટલા માટે બેંકના મોબાઇલ બેંકિગ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા થનારા NEFT, RTGS અને UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા શુલ્કને ખતમ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ICICI બેંકના બ્રાંચથી 10 હજાર રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીનાં NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી માંડીને 24.75 રૂપિયા (GST વધારે) નો ચાર્જ ચુકવવો પડે છે. બીજી તરફ બ્રાંચમાંથી RTGS ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાથી લઇને 45 રૂપિયા (GST Sએકસ્ટ્રા)નો ચાર્જ ચુકવવો પડે છે.

આસામ રેજિમેન્ટના આ ખાસ ગીત પર ઝૂમી ઉઠ્યા અમેરિકાના સૈનિકો, VIDEO જોઈને મજા પડી જશે
આ સાથે જ બેંકોએ પોતાનાં જીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનાં એકાઉન્ટને કોઇ અન્ય બેઝીક એકાઉન્ટમાં બદલી શકે છે. જો તેઓ બેઝીક એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થવા માંગતા હોય તો એકાઉન્ટ બંધ પણ કરી શકે છે. પરંતુ 0 બેલેન્સ એકાઉન્ટ રાખે છે તો તેમણે ચાર્જ ચુકવવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news