ઝી મીડિયા/બ્યૂરો :દેશી ગીત અને તેના પર ડાન્સ કરતી હરિયાણવી દાદીઓ, તો પછી શું કહેવું. હાલના દિવસોમાં આ વીડિયો બહુ જ વાયરસ થઈ રહ્યો છે. તેની લોકપ્રિયતાના અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે 7 કરોડથી વધુવાર જોવાઈ ચૂકાયો છે. આ એક હરિયાણવી મેશઅપ ગીત છે. યુટ્યુબ પર આ ધમાકેદાર ગીતને આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ લોન્ચ કર્યું હતું. જેના બાદથી અત્યાર સુધી આ વીડિયો સાડા સાત કરોડથી વધુવાર જોવાઈ ચૂક્યો છે.


કાજોલને યાદ આવી ગયા જૂના કિસ્સો, ઈન્સ્ટા પર શેર કર્યો યાદગાર કિસ્સો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગીતના બોલ છે, ‘હલકા દુપટ્ટા તેરા મુંહ દિખે....’ (Halka Dupatta Tera) આ હરિયાણવી ગીત છે. આ પ્રકારનું બનેલું ગીત હરિયાણામાં સૂબા (ગામ)માં ગાવામાં આવે છે. આ ગીતમાં હરિયાણા અને રાજસ્થાનની ઝલક જોવા મળે છે. આ ગીતને અત્યાર સુધી 79,008,890 વ્યૂ મળી ચૂક્યા છે. 


ગીતમાં ચાર દાદીઓ જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેના દેશી અંદાજને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ન કોઈ લાગ-લગાવ, ન કોઈ ચમક-દમક, બસ સાદગી.... તેમ છતાં લોકોને આ ગીત પસંદ આવી રહ્યું છે.