કાજોલને યાદ આવી ગયા જૂના કિસ્સો, ઈન્સ્ટા પર શેર કર્યો યાદગાર કિસ્સો

બોલિવુડ એક્ટ્રેસ કાજોલે (Kajol) કોરોના વાયરસની મહામારી વચ્ચે જૂના દિવસોને યાદ કર્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, જ્યારે પણ અમે ક્યારેય બહાર જવા માટે નીકળતા હતા તો બહુ જ તૈયાર થતા હતા. ઈન્સ્ટાગ્રામ પર કાજોલે વર્ષ 1995ની પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની એક તસવીર શેર કરી છે, જેમાં તે લીલા રંગના લહેંગામાં નજર આવી રહી છે. આ તસવીર મહેંદી લગા કે રખના ગીતની છે. 
કાજોલને યાદ આવી ગયા જૂના કિસ્સો, ઈન્સ્ટા પર શેર કર્યો યાદગાર કિસ્સો

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ કાજોલે (Kajol) કોરોના વાયરસની મહામારી વચ્ચે જૂના દિવસોને યાદ કર્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, જ્યારે પણ અમે ક્યારેય બહાર જવા માટે નીકળતા હતા તો બહુ જ તૈયાર થતા હતા. ઈન્સ્ટાગ્રામ પર કાજોલે વર્ષ 1995ની પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની એક તસવીર શેર કરી છે, જેમાં તે લીલા રંગના લહેંગામાં નજર આવી રહી છે. આ તસવીર મહેંદી લગા કે રખના ગીતની છે. 

તસવીરના કેપ્શનમાં કાજોલે લખ્યું છે કે, ફ્લેશબેકમાં જ્યારે અમે ઘરની બહાર નીકળતા હતા.... #લુકિંગબેક

A post shared by Kajol Devgan (@kajol) on

આદિત્ય ચોપરાએ આ ફિલ્મની સાથે એક નિર્દેશકના રૂપમાં પોતાના નવા ઈનિંગની શરૂઆત કરી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હતા. ફિલ્મમાં બોલિવુડના રોમાન્સની એક અલગ છબી બતાવવામાં આવી છે, જે આજે પણ દર્શકોને બહુ જ પસંદ આવે છે. 

લોકડાઉનના આ સમયમાં કાજોલ સોશિયલ મીડિયા પર બહુ જ સક્રિય નજર આવી છે. તે અલગ અલગ પ્રકારના મજેદાર પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોનું મનોરંજન કરતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news