નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પર વિપક્ષની તરફથી વારંવાર આરોપ લગાવવામાં આવતા રહે છે કે મીડિયા પર સેન્સરશિપ લગાવવામાં આવી રહી છે. બીજી તરફ સરકારની તરફથી આ આરોપોને ફગાવી દેવામાં આવે છે. હવે આ મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીનો જવાબ આવ્યો છે. તેમણે એવી કોઇ પણ આશંકાને ફગાવી દીધી છે. રાજધાની દિલ્હીમાં નેશનલ પ્રેસ ડે પ્રસંગે જેટલીએ કહ્યું કે, આજનાં સમયમાં ખુબ જપ્રતિસ્પર્ધી ઇલેક્ટ્રોનિક મીડિયા છે. પ્રિંટ સાથે સાથે ડિજીટલ મીડિયા પણ છે. ટેક્નોલોજીનાં કારણે અમારી પાસે અન્ય પણ અનેક માધ્યમો છે. એવામાં મીડિયા પપર સેન્સરશીપ અસંભવ છે. કોઇ પણ પ્રકારનું દબાણ અશક્ય છે.