નવી દિલ્હી: આંધ્ર પ્રદેશની વાઈએસ જગનમોહન રેડ્ડી સરકારે રાજ્યની ગત ચંદ્રબાબુ નાયડુ સરકાર તરફથી  બહાર પાડવામાં આવેલા એક વિવાદાસ્પદ સરકારી આદેશને આજે રદ કરી દીધો. આ આદેશમાં રાજ્યમાં વિભિન્ન મામલાની તપાસ માટે હવે સીબીઆઈનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. આઠ નવેમ્બર 2018ના રોજ ચંદ્રબાબુ નાયડુની સરકારે એક સરકારી આદેશ બહાર પાડીને સીબીઆઈને અપાયેલી 'સામાન્ય સહમતિ' પાછી ખેંચી હતી. સીબીઆઈને કોઈ પણ રાજ્યમાં કોઈ પણ કેસની તપાસ કરવા અને દરોડા પાડવાની 'સામાન્ય સહમતિ'ની જરૂર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં ભાજપના વધતા પ્રભુત્વને રોકવાનો મમતા બેનર્જીએ તોડ કાઢ્યો, 'આ' વ્યક્તિ કરશે મદદ


સરકારી આદેશમાં કહેવાયું હતું કે, 'દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ 1946ની કલમ છ હેઠળ અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરીને સરકાર દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના તમામ સભ્યોને આંધ્ર પ્રદેશ રાજ્યમાં આ કાયદા હેઠળ શક્તિઓ તથા ક્ષેત્રાધિકારના ઉપયોગ હેતુ અપાયેલી સામાન્ય સહમતિ પાછી ખેંચે છે.'


આંધ્ર પ્રદેશના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી (ગૃહ) એન.સી.રજપ્પાએ કહ્યું હતું કે દેશની ટોચના તપાસ એજન્સીના ટોચના અધિકારીઓ વિરુદ્ધ આરોપો હોવાના કારણે સામાન્ય સહમતિ પાછી લેવાઈ છે. આ વિવાદીત આદેશ દ્વારા આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા કેન્દ્ર સરકારના કર્મીઓ વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવાના અધિકાર પોતાને જ આપ્યાં હતાં. 


જુઓ LIVE TV


પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા


આ આદેશ મુજબ 'દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદા 1946 અંતર્ગત આઠ નવેમ્બર 2018ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશને રદ્દ કરવામાં આવે છે.' હવે સીબીઆઈને આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને અન્ય કેસોની તપાસના સંપૂર્ણ અધિકાર રહેશે. 


સીબીઆઈ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદા 1946 હેઠળ કામ કરે છે. આ કાયદાની કલમ છ મુજબ કોઈ રાજ્ય સરકાર સીબીઆઈને નિયમિત રીતે 'સામાન્ય સહમતિ' આપીને તેને રાજ્યમાં તપાસનો અધિકાર આપે છે. આંધ્ર પ્રદેશની સરકાર પણ નિયમિત સમયે આવા આદેશ બહાર પાડતી આવી છે.