પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા

લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી  બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા

ચંડીગઢ: લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી  બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં. તેમણે કહ્યું કે તેમને જરાય હળવાશમાં લઈ શકાય નહીં. અમરિન્દર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને જોતા સિદ્ધુનો વિભાગ બદલવા માંગે છે. 

સિદ્ધુએ કહ્યું કે, 'મને જરાય હળવાશમાં લઈ શકાય નહીં. મેં મારા જીવનના 40 વર્ષ સુધી સારું પ્રદર્શન કરીને બતાવ્યું છે. ભલે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત હોય કે પછી જ્યોફ્રી બોયકોટ સાથે વિશ્વસ્તરની કોમેન્ટ્રીની વાત હોય. ટીવી કાર્યક્રમની વાત હોય કે પ્રેરક વાર્તાનો મામલો હોય.' તેમણે કહ્યું કે પંજાબમાં પાર્ટીની જીતમાં શહેરી વિસ્તારોએ મહત્વની ભૂમિકા ભજવી અને તેમના વિભાગ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.  

જુઓ LIVE TV

સિદ્ધુએ કહ્યું કે ફક્ત મારા વિભાગ પર જાહેરમાં નિશાન સાધવામાં આવી રહ્યું છે. હું હંમેશા મારાથી મોટા હોવાના નાતે તેમનું સન્માન કરું છું. હું હંમેશા તેમની વાત સાંભળુ છું. પરંતુ તેનાથી દુ:ખ પહોંચે છે. સામૂહિક જવાબદારી ક્યાં ગઈ? આ હાર માટે એકલો હું કેવી રીતે જવાબદાર થયો? તેઓ મને બોલાવીને જે પણ કહેવું હોય તે કહી શકતા હતાં. અત્રે જણાવવાનું કે હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબની 13 બેઠકોમાંથી 8 બેઠકો મળી છે. શીરોમણી અકાલી દળ-ભાજપને ચાર અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે. 

ગુરુવારે મીડિયા સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે મને બે બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી અને બંને બેઠકો પર કોંગ્રેસ જીતી છે. ભટિંડા સીટ પર મળેલી  હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જ્યારે આ આરોપ સદતંર ખોટો છે. અનેક કેબિનેટ મંત્રી મારું રાજીનામું ઈચ્છે છે, કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર ગણે છે, જ્યારે આ તો બધાની સામૂહિક જવાબદારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news