નવી દિલ્હી/કુઆલાલંપુર: ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાની સરકારે મોટી કાર્યવાહી કરી છે. ઝાકિર પર સમગ્ર મલેશિયામાં ભાષણ આપવા પર રોક લગાવી દીધી છે. હવે મલેશિયામાં ક્યાંય પણ તે ભાષણ આપી શકશે નહીં. ઝાકિર પર હિન્દુઓ અને ચીનના લોકોની ભાવનાઓ દુભાવવાનો આરોપ છે. મલેશિયા પોલીસે કહ્યું કે રાષ્ટ્રીય સદભાવ અને લોકોના હિતો માટે ઝાકિર પર  કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ સોમવારે ઝાકિરની 10 કલાક સુધી પૂછપરછ થઈ હતી. આ બધા વચ્ચે આ સમગ્ર મામલે ઝાકિરે કરગરીને માફી પણ માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2: અગ્નિ પરીક્ષામાં સફળ, ચંદ્રમાની કક્ષામાં પહોચ્યું Chandrayaan 2


ઝાકિરે પોતાના નિવેદનમાં કહ્યું કે "હું હંમેશાથી શાંતિનો સમર્થક રહ્યો છું, એ જ કુરાનનો અર્થ છે. આખી દુનિયામાં શાંતિ ફેલાવવી એ મારું મિશન રહ્યું છે. દુર્ભાગ્યથી મારા આલોચક, મારા આ મિશનને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તમે છેલ્લા કેટલાક દિવસથી જોયું હશે કે મારા પર દેશમાં ધાર્મિક જાતીય ઝેર ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે અને મારા આલોચક કેટલીક સિલેક્ટિવ વાતો ઉઠાવી રહ્યાં છે. આજે મેં પોલીસ સામે મારો પક્ષ રજુ  કર્યો છે."


ઝાકિરે કહ્યું કે "હું એ વાતથી પણ દુ:ખી છું કે આ સમગ્ર પ્રકરણથી બિન મુસ્લિમ લોકો મને રેસિસ્ટ સમજી રહ્યાં છે. મને પણ એ વાતની ચિંતા છે કારણ કે સંદર્ભ વગરની વાતોથી મારા ધાર્મિક ઉપદેશ ન સાંભળનારા પણ દુ:ખી છે. જાતિવાદ એક બુરાઈ છે હું તેના વિરુદ્ધ છું. કુરાનમાં પણ એ જ કહેવાયું છે." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...