અંતરિક્ષમાં ભારતની વધુ એક મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2

ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે. 

અંતરિક્ષમાં ભારતની વધુ એક મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2

ચેન્નાઈ: ચેન્નાઈ: અંતરિક્ષમાં  ભારતને વધુ એક સફળતા મળી છે. ચંદ્રમાં પર જનાર દેશના બીજા સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-2એ મંગળવારે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ આ જાણકારી આપી. ઈસરોએ મંગળવારે સવારે 8.30થી 9.30 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ના તરલ રોકેટ એન્જિનને છોડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવાનું અભિયાન પૂરું કર્યું. આ સ્થિતિ આ મિશનના સૌથી મુશ્કેલ અભિયાનોમાંથી એક છે કારણ કે જો સેટેલાઈટ ચંદ્રમા પર ઉચ્ચ ગતિવાળા વેગથી પહોંચે તો તે તેને ઉછાળે છે અને આવી સ્થિતિમાં તે અંતરિક્ષમાં ખોવાઈ જાય. પરંતુ જો તે ધીમી ગતિથી પહોંચે તો ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ ચંદ્રયાન 2ને ખેંચી લે અને તે સપાટી પર પડી શકે છે. 

અંતિમ 30 મિનિટ ખુબ કપરી રહી
ઈસરોના ચેરમેન કે.સિવાનનું કહેવું હતું કે ચંદ્રયાન-2ના ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરતા પહેલાની 30 મિનિટ ખુબ કપરી હતી. આ મહત્વપૂર્ણ તબક્કા બાદ સિવાને જણાવ્યું કે અભિયાનની અંતિમ 30 મિનિટ ખુબ મુશ્કેલીભરી હતી. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ વધે તેમ તેમ તણાવ અને ચિંતા વધતી ગઈ. ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરતાની સાથે જ અપાર ખુશી અને રાહત મળી. 

યાનના ચંદ્રની  કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યા બાદ અધિકારીઓએ ઉલ્લેખનીય ઉપલબ્ધિ પર એકબીજાને અભિનંદન પાઠવ્યાં. ઈસરોના એક અધિકારીના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2ની 24 કલાક નિગરાણી થઈ રહી છે. 

સિવાને કહ્યું કે ભારતના માનવ અંતરિક્ષ મિશન ગગનયાન ઉપર પણ કામ ચાલી રહ્યું છે. આ માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગીનું કામ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે ચંદ્રયાન 2ના ચંદ્રમાંની કક્ષામાં પહોંચ્યા બાદ ઈસરો કક્ષાની અંદર સ્પેસ ક્રાફ્ટની દિશામાં ચાર વાર (21, 28 અને 30 ઓગસ્ટ તથા પહેલી સપ્ટેમ્બર) વધુ પરિવર્તન કરશે. ત્યારબાદ તે ચંદ્રમાના ધ્રુવ પરથી પસાર થઈને તેની સૌથી નજીક 100 કિમીના અંતરની પોતાની છેલ્લી કક્ષામાં પહોંચી જશે. ત્યારબાદ વિક્રમ લેન્ડર 2 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન 2માંથી અલગ થઈને ચંદ્રમાની સપાટી પર ઉતરણ કરશે. 

ઈસરોએ જણાવ્યું કે ચંદ્રમાની સપાટી પર 7 સપ્ટેમ્બ 2019ના રોજ લેન્ડર ઉતરવાથી પહેલા ધરતીથી બે કમાન્ડ આપવામાં આવશે જેથી કરીને લેન્ડરની ગતિ અને દિશા સુધારી શકાય અને તે હળવી રીતે સપાટી પર ઉતરે.

જુઓ LIVE TV

ચંદ્રયાન 2ને 22 જુલાઈના રોજ ધરતી પરથી અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું હતું. તેનું પ્રક્ષેપણ દશના ભારે વજન ઉઠાવનારા બાહુબલી રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક 3 (GSLV-MK3)થી કરાયું હતું. 

આ સ્પેસક્રાફ્ટના 3 ખંડ છે જેમાં ઓર્બિટર (વજન 2379 કિગ્રા, આઠ પેલોડની સાથે), લેન્ડર વિક્રમ (1471 કિગ્રા, ચાર પેલોડ સાથે), અને રોવર પ્રજ્ઞાન 9( વજન 27 કિગ્રા, બે પેલોડ સાથે) સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news