નવી દિલ્હી : Zee Media એ શુક્રવારે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની વિરુદ્ધ રાઉજ એવન્યુ કોર્ટમાં ગુનાહિત માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. મોઇત્રાએ Zee News ને ચોર અને પેડ ન્યૂઝ કહીને સંબોધન કર્યું હતું. આ મુદ્દે 1 ઓગષ્ટે સુનાવણી થશે. પોતાનાં વકીલ વિજય અગ્રવાલ અને આયુષ જિંદલ દ્વારા રાઉજ એવન્યુ કોર્ટમાં દાખલ ફરિયાદમાં કંપનીએ કહ્યું કે, 3 જુલાઇએ મોઇત્રાએ કંપની વિરુદ્ધ માનહાનીકારક નિવેદન આપ્યું, જેમાં તેણે જાણીબુઝીને  ખોટા, માનહાનિકારક નિવેદન આપ્યું હતું. કંપનીએ કહ્યું કે, આ નિવેદન તેની પ્રતિષ્ઠા અને ખ્યાતીને જોતા ખુબ જ માનહાનિકારક છે. કંપનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, નિવેદન તેની પ્રતિષ્ઠા અને ખ્યાતીને જોતા ખુબ જ માનહાનિકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારનાં નવાદામાં મોટી દુર્ઘટના, વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત
કંપનીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, આરોપી (મોઇત્રા) દ્વારા ચલાવાયેલા ઇરાદાપુર્વક આંતરરાષ્ટ્રીય હેટ કેમ્પેઇને ફરિયાદ કરનાર (સમાચાર ચેનલ)ની પ્રતિષ્ઠાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદકર્તાએ મોઇત્રાની વિરુદ્ધ આઇપીસીની કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત માનહાનીની કાર્યવાહીની માંગ કરે છે. 


બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા
બીજી તરફ પટિયાલા હાઉસ કોર્ટમાં મહુઆ મોઇત્રાએ Zee News ના સંપાદક સુધીર ચૌધરી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો હતો. જેની વિરુદ્ધ ચૌધીએ સીઆરપીસીની કલમ 340 અને સેક્શન 195 હેઠળ એક અરજી દાખલ કરી છે. ચોધરીએ પોતાની અરજી તે આધાર પર કરી છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દાખલ ફરિયાદ માહિતીની અસત્યતા આધારિત છે.