નવી દિલ્હી: ઝી મીડિયાએ શુક્રવારે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મોઈત્રાએ ઝી ન્યૂઝને 'ચોર' અને 'પેઈડ ન્યૂઝ' કહ્યાં હતાં. આ મામલે સુનાવણી પહેલી ઓગસ્ટે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના વકીલ વિજય અગ્રવાલ અને આયુષ જિંદાલ દ્વારા રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં કંપનીએ કહ્યું કે 3 જુલાઈના રોજ, મોઈત્રાએ કંપની વિરુદ્ધ માનહાનિકારક નિવેદન આપ્યાં, જેમાં તેમણે જાણી જોઈને અનેકવાર ખોટા, માનહાનિકારક નિવેદન આપ્યાં. કંપનીએ કહ્યું કે આ નિવેદન તેમની પ્રતિષ્ઠા અને ખ્યાતિને જોતા ખુબ જ માનહાનિકારક છે. 


કંપનીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપી (મોઈત્રા) દ્વારા ચલાવવામાં આવેલા ઈરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય હેટ કેમ્પેઈને ફરિયાદકર્તા (ન્યૂઝ ચેનલ)ની પ્રતિષ્ઠા ખરાબ કરી છે. ફરિયાદકર્તાએ મોઈત્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ અપરાધિક માનહાનિની કાર્યવાહીની માગણી કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...