અમદાવાદ : ZEE MEDIA ગ્રુપ દ્વારા પોતાની ચેનલ ZEE HINDUSTAN ચેનલને રીલોન્ચ કરવામાં આવી છે. જો કે આ ચેનલ હાલનાં મીડિયા કરતા અનોખી અને હટકે હશે. ઝી હિન્દુસ્તાન ચેનલમાં કોઇ જ એન્કર નહી હોય. દેશની પ્રથમ એન્કરલેસ ચેનલ હશે. જેમાં કોઇ વ્યક્તિ કે કોઇ એન્કર પોતાનાં વ્યુઝ અને મંતવ્યો સમાચારમાં એડ કરીને મસાલા ખબર બનાવવાનો પ્રયાસ નહી કરે. આ પ્રયાસમાં સમાચાર જેવા હશે તેવા જ સ્વરૂપે દર્શકને દેખાડવામાં આવશે. જેથી દર્શક પોતે જ નક્કી કરી શકે કે આ સમાચારનું એંગલ શું હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ અંગે જણાવતા Essel Groupનાં ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, "દેશમાં કેમ એવી ચેનલ નથી કે જે દેશના સમાચાર તમારા સુધી પહોંચાડે. કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુધી. કેમ બધા સમાચાર એક જ ચેનલ પર ન હોય?  એટલા માટે જ અમે આજથી આ દિશામાં નવી પહેલ શરૂ કરવા જઇ રહ્યા છીએ. આ દેશની પ્રથમ એવી ચેનલ છે કે જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્વિમ ભારતને જોડશે. જ્યારે તમે ચેનલ ખોલો તો તમને શું જોવા મળે, એક એન્કરનો ચહેરો. એન્કર તમને ન્યૂઝ આપે છે પરંતુ ન્યૂઝમાં એન્કરનો view આવતો હોય છે. જેનાથી ક્યાંક ને ક્યાંક ન્યૂઝ પર તેના મંતવ્યની અસર થાય છે જેથી અમે આ પ્રથાને જ ખતમ કરી છે. કેમેરાની સામે જે થઇ રહ્યું છે તે  સમાચાર આપને બતાવીશું. કેમેરો ક્યારેય ખોટું નથી બોલતો. હા પાછળથી અવાજ આવશે જે તમને જાણકારી આપશે. અમે દેશની પ્રથમ એન્કરલેસ ચેનલ લાવ્યા છીએ."



આ અંગે જણાવતા Zee MEDIAનાં મેનેજિંગ ડાયરેક્ટર અશોક વેંકટે જણાવ્યું હતું કે, "હાલના સમયમાં લોકોને NEWS નહી પરંતુ VIEWSની જરૂર છે. લોકો સમજદાર છે. લોકો પોતાનુ મંતવ્ય બનાવવાનું જાણે છે.આ સમાચાર જગતમાં પરિપક્વતાની અનોખી શરૂઆત છે. ભારતનાં ઇતિહાસ અને દબાયેલી વાતોને સામે લાવવાની શરૂઆત છે. યુવાનો તેનાથી પોતાનાં અમર ઇતિહાસને જાણી શકશે. આ અનોખી પહેલ છે."


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મીડિયામાં એક નવી ફેશન ચાલી રહી છે જેમાં કોઇ પણ સમાચારને તોડી મરોડીને પોતાની દ્રષ્ટી અનુસાર એંગલ આપવામાં આવે છે. અને ન્યૂઝ એન્કર તે સમાચાર અને પોતાનો દ્રષ્ટીકોણ પોતાના હજારો દર્શકો પર ઠોકી બેસાડે છે. જો કે આ દૂષણને ડામવા માટે ઝી મીડિયા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેના હેઠળ કોઇ પણ પ્રકારનાં એંગલ વગર કે સમાચાર દર્શકોનાં મગજમાં ઠોકી બેસાડવાની નીતિ વગર જ મૌલીક સ્વરૂપે દેખાડવામાં આવશે. દર્શક પોતે જ સમાચારની વેલ્યુ અને તેના એંગલ અંગે સ્વતંત્ર રીતે વિચારી શકે.


એટલું જ નહી Zee Hindustanની બીજી ખાસીયત એ રહેશે કે એક ચોક્કસ પ્રદેશ કે ચોક્કસ રાજ્યનાં સમાચાર નહી દર્શાવવામાં નહી આવે. હાલમાં મીડિયા કેટલાક ચોક્કસ પ્રદેશોને છોડીને અન્ય પ્રદેશો જાણે દેશનો હિસ્સો જ ન હોય તે રીતે તે વિસ્તારોનાં સમાચારો દર્શાવતા નહોતા. પરિસ્થિતી એવી હતી કે કોઇ ચોક્કસ શહેર કે રાજ્યમાં પાણી ભરાઇ જાય તો તમામ મીડિયા ચેનલોમાં હાહાકાર મચી જાય અને અન્ય કોઇ હિસ્સામાં આખુ શહેર વહી જાય તો તેની નોંધ સુધ્દા પણ લેવાય નહી. આ કુપ્રથાને બંધ કરવા માટે ઝી મીડિયા દ્વારા કાશ્મીરથી લઇને કન્યા કુમારી અને મણીપુરથી લઇને માંડવી સુધીનાં તમામ સમાચારો દર્શાવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચેનલ એવી હશે કે જેને દરેક હિન્દુસ્તાનનો નાગરિક જોઇ શકશે. તેને પોતાનાં ગામ, શહેર, રાજ્યનાં સમાચારો પુરતા પ્રમાણમાં અને પુરતી મહિતી સાથે સચોટ રીતે પ્રાપ્ત થશે.