#IndiaKaDNA: રામ, રાષ્ટ્રવાદ અને રાજકારણ પર જુઓ બપોરે 12 વાગ્યાથી રાષ્ટ્રીય સંવાદ
2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં.
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં.
અયોધ્યા કેસમાં પણ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ ગઈ છે. આગામી ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે અયોધ્યા મામલો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ કેસોમાં સામેલ છે. આ કેસ પર ચુકાદો આગામી દિવસોમાં આવનાર છે. રામ મંદિરને લઈને આ ચુકાદો માઈલ સ્ટોન સાબિત થનારો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...