Opinion Poll 2024: ઓપિનિયન પોલમાં NDA ની ધૂમ, રામ મંદિર પર શું વિચારે છે જનતા એ ખાસ જાણો
Opinion Poll on Lok Sabha Chunav 2024: ઓપિનયન પોલ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં એ વાત પણ ખુલીને સામે આવી છે કે રામ મંદિરથી ભાજપને આ ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં. જવાબ ચોંકાવનારો રહ્યો. તમામ વિગતો ખાસ જાણો.
આવતી કાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તે પહેલા ઝી ન્યૂઝ માટે MATRIZE એ ઓપિનિયન પોલ હાથ ધર્યો. આ આપોનિયન પોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીનગર પ્રવાસ અને સમગ્ર દેશમાં CAA લાગૂ થયા બાદ કરાયો. ઓપિનયન પોલ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં એ વાત પણ ખુલીને સામે આવી છે કે રામ મંદિરથી ભાજપને આ ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં. જવાબ ચોંકાવનારો રહ્યો. તમામ વિગતો ખાસ જાણો.
27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે થયો સરવે
આ ઓપિનિયન પોલ 27 ફેબ્રુઆરીથી લઈને 13 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં લોકસભાની 543 બેઠકો પર 1,13,843 લોકોના મત લેવામાં આવ્યા હતા. જેમાંથી 61475 પુરુષો અને 37568 મહિલાઓ સામેલ છે.
માર્જિન ઓફ એરર 2 ટકા
ઝી ન્યૂઝના ઓપિનિયન પોલમાં 14799 ફર્સ્ટ ટાઈમ વોટર્સના મત પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલના પરિણામોમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 2 ટકા છે. અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ ચૂંટણીના પરિણામો નથી પરંતુ માત્ર ઓપિનિયન પોલ છે. આ ઓપિનિયન પોલને કોઈ પણ પ્રકારે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ ન સમજવા.
રામ મંદિરની કેટલી અસર?
56 ટકા લોકોનું માનવું છે કે ખુબ વધુ અસર પડશે. 26 ટકા લોકોનું માનવું છે કે કેટલીક હદ સુધી અસર થશે. 9 ટકા લોકોને લાગે છે કે ભાજપને ફાયદો થશે નહીં. જ્યારે 5 ટકા લોકોને લાગે છે કે નુકસાન થઈ શકે છે. 4 ટકા લોકોને આ અંગે કશું ખબર નથી.
ગુજરાત
ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શકે છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ, આપનું ખાતું પણ ન ખુલે તેવી સંભાવના છે. વોટશેરની વાત કરીએ તો ભાજપને 62 ટકા મત મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 32 ટકા અને અન્યને 7 ટકા મત મળી શકે છે.
બિહાર
બિહારમાં NDA ને 40 માંથી 37 સીટો મળવાનું અનુમાન કરાયું છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 3 સીટ મળી શકે છે. બિહારની કુલ 40 સીટોમાંથી સૌથી વધુ એનડીએ ગઠબંધનને ફાળે જઈ શકે છે.
ઝારખંડ
ઝારખડની કુલ 14 બેઠકોમાં એનડીએ એટલે કે ભાજપ અને આજસૂના ખાતામાં 13 સીટ જ્યારે ઈન્ડિયા ગઠબંધનને ફાળે ફક્ત એ બેઠક જઈ શકે છે. જેમાં જેએમએમ કોંગ્રેસ અને આરજેડી સામેલ છે. એટલે કે ગત ચૂંટણી કરતા એનડીએને ઝારખંડમાં એક સીટ વધુ મળતી જોવા મળે છે.
કર્ણાટક
કર્ણાટકમાં જેડીએસ અને ભાજપ જોડે છે. બંનેને કુલ 23 બેઠકો મળતી જોવા મળે છે. સત્તામાં હોવા છતાં કોંગ્રેસ કર્ણાટકમાં ફક્ત 5 બેઠક જીતતી દેખાય છે. એનડીએના ફાળે 23 બેઠકોમાંથી 21 ભાજપને 2 જેડીએસને જઈ શકે છે.
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશની કુલ 25 બેઠકો પર YSRCP ને 12 જ્યારે NDA ગઠબંધનને 13 બેઠક મળી શકે છે. હાલમાં જ ભાજપે ટીડીપી અને જનસેનાને એનડીએમાં સામેલ કરાવ્યા હતા. અનુમાનો મુજબ આ ગઠબંધન ફાયદાનો સોદો જોવા મળી રહ્યું છે. ગત વખતે જગમોહનની YSRCP ને 22 સીટ મળી હતી. એટલે કે આ વખતે સીધી 10 બેઠકનું નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગે છે.
તેલંગણા
તેલંગણામાં કોંગ્રેસને 9 અને ભાજપને 5 બેઠક મળે તેવું અનુમાન છે. જ્યારે BRS અને BSP ના ગઠબંધનને 2 સીટ તથા AIMIM ને એક સીટ મળી શકે છે. કુલ 17 સીટોમાંથી કોંગ્રેસ 9 બેઠકો સાથે આગળ જોવા મળી રહી છે.
કેરળ
કેરળમાં કુલ 20 સીટો પર ઈન્ડિયા ગઠબંધન ક્લીન સ્વીપ કરતું દેખાય છે. જેમાં કોંગ્રેસને 9 સીપીએમને 8 અને અન્ય સહયોગીઓને 3 બેઠક મળી શકે છે. જ્યારે કેરળમાં એનડીએનું ખાતું પણ ખુલી શકે તેવું જણાતું નથી.
લદ્દાખ, આંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી
લદાખની એક લોકસભા સીટ પણ એનડીએ એટલે કે ભાજપને ફાળે જઈ શકે છે. જ્યારે આંદમાન નિકોબાર ટાપુઓમાં પણ ભાજપનું કમળ ખીલી શકે છે. જ્યારે અહીં પણ કોંગ્રેસ અને અન્યને ઝીરો બેઠક મળી શકે છે. દાદરા અને નગર હવેલી એક માત્ર બેઠક છે અને તે એડીએને મળે તેવું અનુમાન છે.
લક્ષદ્વીપ, પુડુચેરી, અને ગોવા
લક્ષદ્વીપની એક લોકસભા બેઠક પર એનડીએ નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસને સીટ મળે તેવું અનુમાન છે. પુડુચેરીની એક સીટ પર ઈન્ડિયા ગઠબંધન જીતી શકે છે. જ્યારે ગોવાની બંને બેઠકો પર કમળ ખીલે તેવી સંભાવના છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની કુલ 48 બેઠકો પર એનડીએને 45 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 3 બેઠકો મળી શકે છે. સરવે મુજબ એનડીએને 61 ટકા મત મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 30 ટકા મત જ્યારે અન્યને ફાળે 9 ટકા મત જઈ શકે છે.
ઉત્તરાખંડ, પંજાબ, અને રાજસ્થાન
ઉત્તરાખંડની તમામ 5 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતે તેવી સંભાવના છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને 5 સીટ મળી શકે છે. કોંગ્રેસને 3 સીટ, શિરોમણી અકાળી દળને એક સીટ, ભાજપને 3 સીટ તથા અન્યને એક સીટ મળી શકે છે. એટલે કે એનડીએ ગઠબંધનને 3, ઈન્ડિયા ગઠબંધનને 8 સીટ જ્યારે અન્યના ફાળે 2 સીટ જઈ શકે છે. રાજસ્થાનમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શકે છે. ભાજપને અહીં 25માંથી 25 બેઠકો મળી શકે છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની ડબલ એન્જિન સરકાર છતાં મિશન 80નો ટાર્ગેટ પૂરો થતો જોવા મળી રહ્યો નથી. યુપીમાં ગત વખતે ભાજપ ગઠબંધનને 64 બેઠકો મળી હતી. ભાજપે હજુ સુધી પોતાના 51 ઉમેદવારો જાહેર કર્યા છે. એનડીએને આ વખતે 78 બેઠકો મળી શકે છે. જ્યારે સપા કોંગ્રેસને ગઠબંધનનમાં માત્ર 2 સીટ મળે તેવું અનુમાન છે. ભાજપ ગઠબંધનને 58 ટકા મત જ્યારે ઈન્ડિયા ગઠબંધનને માત્ર બે સીટ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube