નવી દિલ્હી: દેશ કોરોના વાયરસ (Coronavirus) સામે એક મોટી લડત આપી રહ્યો છે. આખું ભારત રોગચાળાને હરાવવા માટે કટિબદ્ધ છે. આ રાષ્ટ્રીય આફત છે, સરકાર અને લોકો તેનો સામનો કરવા માટે એક થયા છે. સામાન્ય લોકોને કોરોનાથી બચાવવા માટે, માસ્ક એ એક મોટી રક્ષણાત્મક કવચ છે જે દરેક વ્યક્તિ અને દરેક પરિવારને સુરક્ષિત રાખે છે. માસ્ક એક ઢાલ બની આપણને કોરોનાના સંક્રમણથી બચાવે છે. સરકારે દરેક નાગરિકને સલાહ પણ આપી છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા નૌસેનાનું ઓપેશન 'સમુદ્રે સેતુ'


પરંતુ દિલ્હીમાં માસ્ક વહેંચવાનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. ઝી ન્યુઝના સ્ટિંગ ઓપરેશનમાં, એવું બહાર આવ્યું છે કે દિલ્હીમાં ઝૂંપડપટ્ટીમાં અનહાઈઝેનિક (Unhygienic) રીતે માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ એવા માસ્ક છે જે તમને રોગચાળાથી બચાવવાને બદલે બીમાર બનાવી શકે છે.


આ પણ વાંચો:- J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ


સામાન્ય રીતે માસ્ક એ ફક્ત કાપડનો ટુકડો છે. પરંતુ કોરોના વાયરસથી બચવા માટે આ વસ્ત્ર નહીં પણ એક શસ્ત્ર છે. જી હાં, આ તે માસ્ક છે જે તમને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીમારીથી બચાવવાને બદલે તમારું માસ્ક તમને બીમાર, ખૂબ બીમાર પણ કરી શકે છે.


આ પણ વાંચો:- ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગયો કોરોના, ફરજ પર તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ


આ સાંભળીને તમે ચોંકી જશો. કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય. વિશ્વાસ અમને પણ ન હતો. જ્યારે અમને ખબર પડી કે દેશની રાજધાનીમાં બીમારી ફેલાવવાના માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. અમને જાણકારી મળી કે દિલ્હીના કીર્તિ નગરની જેજે કોલોનીના એક મકાનમાં માસ્ક બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. સત્ય જાણવા ઝી ન્યુઝની એસઆઈટી ત્યાં પહોંચી હતી. સાંકડી શેરીઓ અને સાંકડી માર્ગોથી પસાર થઈ અમે એક રૂમમાં પહોંચ્યા.


આ પણ વાંચો:- Lockdown 3.0 બાદ હવે આગળ સરકારની શું છે રણનીતિ? સોનિયા ગાંધીએ પૂછ્યો સવાલ


ત્યાં માસ્ક બનાવનાર વ્યક્તિને અમારા સાથીએ પ્રશ્નો પુછ્યા-


રિપોર્ટર - હજુ માલ બનાવ્યો નથી?
અનૂપ પાંડે - માલ છે, ફેબ્રિક છે
રિપોર્ટર - બતાવો, બતાવો
અનૂપ પાંડે - ખુરશી મગાવો, ભાઈ બેસશે યાર
રિપોર્ટર - કોઇ વાંધો નહીં બેસી જઇશું, કેટલો સમય બેસવાનું છે.
અનૂપ પાંડે - ભાઈ, આ ગુંદર છે
કારીગર - કાઢો, એકવાર માલ બતાવો.
રિપોર્ટર - કાઢોને,  નીચે મુકો કાઢીને, નીચે મુકો,


અમારા એકવાર કહેવા પર, શખ્સે માસ્ક બનાવવાની બધી સામગ્રી ફ્લોર પર ફેલાવી. ના હાઈઝીનની ચિંતા, ના સફાઈની ચિંતા.


આ પણ વાંચો:- દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં 2958 નવા કેસ, 126 લોકોના મૃત્યુ


માસ્કનું કાપડ, તેની ઇલાસ્ટિક બેન્ડ બધું ફ્લોર પર આમતેમ પડ્યું હતું. માસ્ક બનાવતા યુવકનું નામ અનૂપ પાંડે છે. અનૂપ દિલ્હીના કીર્તિ નગરની જેજે કોલોનીમાં રહે છે. તે જથ્થાબંધ માસ્ક બનાવવાનો ઓર્ડર લે છે. અનૂપે કહ્યું કે તેને દિલ્હીના મોતી નગરની એક કંપનીમાંથી માસ્ક બનાવવા માટેનો કાચો માલ મગાવે છે. પછી તે તેની ઝૂંપડપટ્ટી કોલોનીમાં રહેતા પરિવારો પાસેથી માસ્ક બનાવડાવે છે. આ ઉપરાંત તે પોતે પણ માસ્ક બનાવે છે.


આ પણ વાંચો:- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ એક તસવીરથી મચી ગયો ખળભળાટ, જાણો શું છે મામલો


રિપોર્ટર- તો રોજ કેટલા માસ્ક તૈયાર કરો છો?
અનૂપ પાંડે - જેટલા બને, 3-4 લાખ.
રિપોર્ટર- 3 લાખ માસ્ક કેટલા સમયમાં બને છે?
અનૂપ પાંડે - 16 કલાકમાં 3 લાખ
રિપોર્ટર - 16 કલાકમાં કેટલા છોકરાઓ કામ કરે છે?
અનૂપ પાંડે - 45 પરિવારો કામ કરે છે. 60 ઘરમાં કામ કરે છે
રિપોર્ટર - 60 ઘર? ઠીક છે, ઘરોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો છો?
અનૂપ પાંડે - હા
રિપોર્ટર - ઓકે, જુદા જુદા ઘરોમાં. કેટલા ઘરોમાં બની રહ્યા છે અત્યારે?
અનૂપ પાંડે - હાલમાં કુલ 65 ઘરોમાં બનાવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર - 65 ઘરે બનાવવામાં આવી રહ્યા છે?
અનૂપ પાંડે - હા
રીપોર્ટર - સારુ કામ વહેચી રાખ્યું છે.
અનૂપ પાંડે - પૈસા હાથો હાથ મળે છે
રિપોર્ટર - બનાવીને બતાવો, કેવી રીતે બને છે?


આ પણ વાંચો:- કોરોનાની નાગચૂડમાં સપડાયેલા અમેરિકામાં વારંવાર કેમ જોવા મળી રહ્યાં છે એલિયન?


એક દિવસમાં ત્રણ લાખ માસ્ક બનાવવાનો દાવો કરનાર અનૂપ પાંડેની ડિક્શનરીમાં કોઈ સ્વચ્છતા શબ્દ નથી. આ માસ્કને બનાવતા પહેલા ના તો હાથ સેનેટાઇઝ કર્યા અને ના ગ્લવ્સ લગાવવાની જરૂરિયાત સમજી. આ ઉપરાંત, તેણે માસ્ક પણ પહેર્યું ન હતું. એટલે કે, માસ્ક બનાવતી વખતે, અનૂપને છીંક આવે છે અથવા ખાંસી આવે છે તો સામે રાખેલું માસ્ક ઇન્ફેક્ટેડ થઈ શકે છે. તે રોગ તે વ્યક્તિ સુધી પહોંચી શકે છે જે તે માસ્ક ખરીદશે. પરંતુ અનૂપને ફરક પડતો નથી.


આ પણ વાંચો:- હજારોના મોત, લાખો લોકો સંક્રમિત છતાં ટ્રમ્પ કહે છે અમેરિકા સુરક્ષિત, શટડાઉન ખોલવાની કરી વાત


હકીકતમાં, કોરોના કાળમાં માસ્કની માગ ઘણી વધી રહી છે. અનૂપ પાંડે અને તેમના જેવા લોકો ગેરકાયદેસર રીતે પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે અને સાવચેતી વિના માસ્ક તૈયાર કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube