દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં 2958 નવા કેસ, 126 લોકોના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના કુલ કેસનો આંકડો 49391 પર પહોંચી ગયો છે. જ્યારે 14183 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 1694 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં કેર વર્તાવ્યો છે. નવા 2958 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 126 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાનો રિકવરી રેટ 28.71 છે. 

દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં 2958 નવા કેસ, 126 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના કુલ કેસનો આંકડો 49391 પર પહોંચી ગયો છે. જ્યારે 14183 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 1694 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં કેર વર્તાવ્યો છે. નવા 2958 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 126 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાનો રિકવરી રેટ 28.71 છે. 

આ બાજુ મહારાષ્ટ્રના માલેગાવમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન માલેગાવમાં કોરોનાના 37 નવા કેસ સામે આવ્યાં છે. એકલા માલેગાવમાં જ કોરોનાના પોઝિટિવ કેસની સંક્યા 384 થઈ ગઈ છે. 

નાસિક જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંક્યા 470 થઈ છે. સમગ્ર નાસિક જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 83 કેસ સામે આવ્યાં છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ છે. અહીં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 15525 પર પહોંચ્યો છે. કોરોનાના કારણે 617 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે દેશમાં ગુજરાત આવે છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા રેકોર્ડ જોવા મળ્યાં. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 441 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં 49 લોકોના મૃત્યુ પણ થયાં. જેમાં પણ અમદાવાદમાં તો સ્થિતિ ગંભીર છે. જ્યાં મંગળવારે એક જ દિવસમાં 349 કેસ નોંધાયા. 

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 6245 પર પહોંચ્યો છે. જ્યારે 368 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અમદાવાદમાં સૌથી વધારે 4425 કેસ છે અને અત્યાર સુધી 273 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ સુરત, વડોદરા અને ભાવનગર, રાજકોટમાં કેસ વધુ છે. 

જુઓ LIVE TV

ત્યારબાદ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 5104 પર પહોંચી છે અને 64 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 2880 કોરોના કેસ છે અને 56 લોકોના મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસનો આંકડો વધીને 3158 પર પહોંચ્યો છે. જ્યાં 89 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news