#ZeeNewsWorldExclusive: LAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન
આજે લદ્દાખ પરાક્રમ પર અમારા સતત કવરેજને 16મો દિવસ છે. આજે સવારે સમાચાર આવ્યા કે LAC પર ચીન પાછુ હટી રહ્યું છે. જો કે હાલના સમયે સૌથી એક્સક્લુસિવ સમાચાર છે કે LAC પર ભારત આગળ વધી રહ્યું છે. ભારતીય સેનાએ ગલવાન બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દીધી છે.
નવી દિલ્હી : આજે લદ્દાખ પરાક્રમ પર અમારા સતત કવરેજને 16મો દિવસ છે. આજે સવારે સમાચાર આવ્યા કે LAC પર ચીન પાછુ હટી રહ્યું છે. જો કે હાલના સમયે સૌથી એક્સક્લુસિવ સમાચાર છે કે LAC પર ભારત આગળ વધી રહ્યું છે. ભારતીય સેનાએ ગલવાન બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દીધી છે.
ભારત સરકારની ઇચ્છા શક્તિ, NSA અજીત ડોભાલની મંત્રણાને અંતે ચીને નમનું પડ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગલવાનમાં જ અમારા દેશના વીર જવાનોએ ચેતવણી આપી કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને પોતાનાં પરાક્રમથી પરેશાન કરી દીધા હતા. ચીન ભારતની DSDBO માર્ગ કાપવાનું કાવત્રું રચી રહ્યા હતા. આ કાવત્રાને નિષ્ફળ કરવા માટે જ ભારતે બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી છે.
સારી ગુણવત્તા માટે NHAI નો મોટો નિર્ણય, માર્ગની ક્વોલિટીના આધારે રહેશે રૈંકિંગ
લદ્દાખથી આવેલા 5 મોટા સમાચાર
1. ભારતીય સેનાની બખ્તરબંધ ગાડીઓ ગલવાનમાં તહેનાત
2. ગલવાનમાં ચીનનાં સૈનિક બખ્તરબંધ ગાડીઓ લઇને આવ્યા હતા.
3. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી
4. ચીનનો ઇરાદો ભારતના મહત્વપુર્ણ DSDBO પ્રોજેક્ટ અટકાવવાનો હતો
5. દોલબેગ ઓલ્ડીની મજબુતી માટે DSDBO માર્ગ ખુબ જ જરૂરી અને મહત્વપુર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube