Zee Sammelan: ઝી મીડિયા તમારા માટે લાવ્યો છે સંવાદ માટેનો સૌથી મોટો મંચ. અહીં સમસ્યાઓની ચર્ચાની સાથે સાથે તેના સમાધાન પણ કાઢવામાં આવશે. આ પહેલને ઝી સંમેલન નામ આપવામાં આવ્યું છે. ઝી સંમેલનની પળે પળની અપડેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 8 વર્ષ કમાલ કે બબાલ?
આ સત્રમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ભાગ લીધો. થીમ હતી મોદી સરકારના 8 વર્ષ કમાલ કે બબાલ? સત્ર દરમિયાન જ્યારે સુધાંશુ ત્રિવેદીને પૂછવામાં આવ્યું કે રોજગાર સર્જન પર સરકારનું પ્રદર્શન કેવું રહ્યું? તો તેમણે કહ્યું કે ભારત ચીન બાદ મોબાઈલનું સૌથી મોટું બજાર છે, મોબાઈલ હેન્ડસેટનું. જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ભારતમાં મોબાઈલ બનાવનારી ફક્ત 2 કંપનીઓ હતી. બધુ બહારથી બનીને આવતું હતું. આજે 200 ફેક્ટરીઓ છે. આથી સ્પષ્ટ છે કે કોઈ જિન્ન તો આવીને નથી બનાવી રહ્યો. રોજગારીનું સર્જન થયું છે. તેમણે કહ્યું કે કોવિડ દરમિાયન જી-7 દેશોનો દર નેગેટિવ રહ્યો છે. પરંતુ આમ છતાં ભારત પોતાના દમ પર ઊભો છે. થોડા દાયકા પહેલા ભારતના ગ્રોથને હિન્દુ ગ્રોથ રેટ કહેવાતો હતો. એટલે કે ફક્ત બે ટકા જ ગ્રોથ હતો. જેના કારણે તેને હિન્દુ ગ્રોથ રેટ કહેવાયો. પરંતુ મોદી સરકારના છેલ્લા 8 વર્ષના આંકડા જોઈએ તો ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળશે. 


જેના પર સંજય સિંહે કહ્યું કે મોદી સરકારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેનું શું થયું? સેનામાં અગ્નિવીર યોજનાના નામે ફક્ત ચાર વર્ષ નોકરી અપાઈ રહી છે. ત્યારબાદ શું થશે? વચનો અપાઈ રહ્યા છે કે તેમને આમ તેમ એડજસ્ટ કરાશે. પરંતુ સચ્ચાઈ એ છે કે જ્યારે નોકરીઓ છે જ નહીં તો તેમને એડજસ્ટ કેવી રીતે કરાશે? અગ્નિવીર યોજના હેઠળ એક યુવાને 17 વર્ષની ઉંમરમાં સૈનિક બનાવવામાં આવશે અને 21 વર્ષની ઉંમરમાં તો તે પૂર્વ સૈનિક બની જશે. સરકાર દલીલ આપે છે કે સેના દેશસેવા માટે છે. નોકરી માટે નહીં. આપણા સૈનિક 21 હજારના પગારમાં માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં સિયાચિન અને 50 ડિગ્રી તાપમાનમાં જેસલમેરમાં નોકરી કરશે અને પીએમ મોદી 12 કરોડની ગાડીમાં ફરશે. હજારો કરોડના જહાજમાં ઘૂમશે તો આ દેશસેવાના બેવડા માપદંડ કેમ?


તેલના ભાવ પર પેટ્રોલિયમ મંત્રીનો જવાબ
કેન્દ્રીય ઓઈલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઝી સંમેલનના મંચ પર કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશોમાં ઓઈલને લઈને પડકાર વધી રહ્યો છે. જો ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલર રહ્યો તો આ પડકારો હજુ વધી શકે છે. દેશમાં 6 કરોડ લોકો રોજ પેટ્રોલ ભરાવે છે. મોદી સરકારની કોશિશ છે કે લોકોને ઓછા ભાવે પેટ્રોલ-ડીઝલ મળે. આ માટે કેન્દ્ર સરકારે બે વાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી. ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વેટમાં પણ ઘટાડો કર્યો. પરંતુ વિપક્ષી સરકારોએ ઓઈલના ભાવમાં ઘટાડો કર્યો નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube