#ZeeNewsWorldExclusive: લદ્દાખમાં ખૂણે-ખૂણા પર નજર, સેનાના પેરાટ્રુપર તૈનાત
લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ભર્યા માહોલ વચ્ચે લદ્દાખમાં ભારતીય સેનાના પેરાટ્રુપર તૈયાર થઈ ગયા છે. લદ્દાખમાં ભારતીય સેનાનું મહત્વનું `યુદ્ધાભ્યાસ` થવા જઈ રહ્યું છે. આ ભારતીય સેનાનું લદ્દાખમાં મોટું ઓપરેશન છે. થોડા સમયમાં સૈનિકોને મોટી સંખ્યામાં તૈનાત કરવાનું પરીક્ષણ છે. પેરાડ્રોપિંગ દ્વારા સૈનિકોને લેહની પાસે ઉતારવામાં આવશે. આજે ભારતીયસ સેના ઓછા સમયમાં વધુ સૈનિકોને તૈનાત કરવાનો અભ્યાસ કરશે. ભારતીય સેના આ અભ્યાસમાં તેમની ક્ષમતાને ચકાસણી કરશે. જેથી દગાખોર ચીન ભવિષ્યમાં જો કોઇ ષડયંત્ર કરે છે તો ભારતીય સેના સંપૂર્મ શક્તિ સાથે તેને જવાબ આપી શકે.
નવી દિલ્હી: લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ભર્યા માહોલ વચ્ચે લદ્દાખમાં ભારતીય સેનાના પેરાટ્રુપર તૈયાર થઈ ગયા છે. લદ્દાખમાં ભારતીય સેનાનું મહત્વનું 'યુદ્ધાભ્યાસ' થવા જઈ રહ્યું છે. આ ભારતીય સેનાનું લદ્દાખમાં મોટું ઓપરેશન છે. થોડા સમયમાં સૈનિકોને મોટી સંખ્યામાં તૈનાત કરવાનું પરીક્ષણ છે. પેરાડ્રોપિંગ દ્વારા સૈનિકોને લેહની પાસે ઉતારવામાં આવશે. આજે ભારતીયસ સેના ઓછા સમયમાં વધુ સૈનિકોને તૈનાત કરવાનો અભ્યાસ કરશે. ભારતીય સેના આ અભ્યાસમાં તેમની ક્ષમતાને ચકાસણી કરશે. જેથી દગાખોર ચીન ભવિષ્યમાં જો કોઇ ષડયંત્ર કરે છે તો ભારતીય સેના સંપૂર્મ શક્તિ સાથે તેને જવાબ આપી શકે.
આ પણ વાંચો:- FTAને લઇ સરકાર એક્શનમાં, ચીનથી આયાત ઘટાડવા માટે કોમર્સ મંત્રાલયથી માગ્યા સૂચનો
તમને જણાવી દઇએ કે, યુદ્ધની રણનીતિને લઇને લખવામાં આવેલા જાણીતા પુસ્તકમાં એક છે- The Art Of War. એટલે કે, યુદ્ધ કરવાની કળા. આ પુસ્તકના લેખક હતા ચીનના મહાન યુદ્ધ રણનીતિકાર અને દાર્શનિક Sun Tzu (સુન ત્ઝુ). તેમણે આ પુસ્તરના પહેલા ચેપ્ટરમાં લખ્યું છે કે, તમામ પ્રકારના યુદ્ધ કપટના દમ પર જીતી શકાય છે. તમારે તમારા દુશ્મનને તે વિશ્વાસ આપવવાનો હોય છે કે, તમે નબળા છો અને તેની સરહદથી ઘણા દુર છો. જ્યારે દુશ્મન આ કપટમાં આવી જાય છે ત્યારે તેના પર સંપૂર્ણ શક્તિ સાથે હુમલો કરવો જોઇએ.
આ પણ વાંચો:- BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ
ચીનના મહાન યુદ્ધ રણનીતિકાર સુન ત્ઝુએ The Art Of War નામના પુસ્તકમાં લખ્યું છે કે, જ્યારે દુશ્મન શક્તિશાળી હોય તો પાછા હટવું અને જ્યારે દુશ્મન નબળો હોય તો હુમલો કરવો. બની શકે છે કે, ચીન પણ આ રણનીતિ અંતર્ગત પાછું હટવા તૈયાર થયું છે. એવામાં ભારતીય સેના સરહદના ખૂણે ખૂણા પર નજર રાખીને બેઠું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube