નવી દિલ્હી: કોરોના મહામારી (Corona virus)ના કહેર વચ્ચે ઝીકા (Zika) વાયરસ વિશે પણ એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. શોધકર્તાઓનું કહેવું છે કે યૌન સંબંધ પણ ઝીકા વાયરસ ફેલાવાનું કારણ બની શકે છે. પોતાના અધ્યયનમાં શોધકર્તાઓએ એ પણ જાણ્યું છે કે ઝીકા વાયરસ યોનિ માર્ગની સૌથી બહારી કોશિકાઓની અંદર સંક્રમણ કણોને વેબડાવીને ફેલાવવામાં સક્ષમ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ વાયરસ મુખ્યરૂપથી મચ્છરો દ્વારા ફેલાય છે. શોધકર્તા લાંબા સમયથી યૌન સંબંધોથી ઝીકા પ્રસાર પર અધ્યન કરી રહ્યા છે. તેમણે ઘણા એવા કેસ જોયા છે. જેમાં પ્રભાવિત ક્ષેત્રના કોઇ વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવનાર બીજા વ્યક્તિમાં સંક્રમણ થયું છે.


આમ તો ગત અધ્યનોમાં પણ સંક્રમિત વ્યક્તિના વીર્ય અને યોનિદ્વવમાં ઝીકાના કણોની હાજરીની ખબર પડી છે. હાલ અધ્યયનમાં ઘણી વાતો અને સંભાવનાઓ પર ધ્યાન આપવામાં આવ્યું. FASEB જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનના શોધકર્તાઓએ એ પણ જાણ્યું કે ઝીકાએ હ્યુમન વેઝાઇના એપિથેલિયલ સેલમાં કેવો વ્યવહાર કર્યો અને તેમણે કોશિકાઓના પડ પર પ્રોટીનના રૂપમાં વાયરસના સંભવિત પ્રવેશ બિંદુની ઓળખ કરી, જેણે tyrosine-protein kinase receptor UFO કહે છે.

ઝીકા વાયરસને અત્યારે પણ દુનિયાભરના ઘણા ભાગોમાં સ્વાસ્થ્ય માટે ખતરો ગણવામાં આવે છે. સંક્રમિત મહિલાઓથી જન્મ લેનાર બાળકોમાં પણ સંક્રમણનો ખતરો રહે છે. નિષ્કર્ષોથી ખબર પડે છે કે ઝીકા વાયરસના કણ UFO રિસેપ્ટરના માધ્યમથી વેઝાઇના એપિથેલિયલ સેલમાં સફળતાપૂર્વક પ્રવેશ કરવામાં સક્ષમ હતા. 


શું છે ઝીકા
કોરોનાની માફક ઝીકા વાયરસની વેક્સીન પણ આજ સુધી બની નથી. શરૂઆતમાં આફ્રિકાથી એશિયામાં ફેલાયેલા આ વાયરસે દુનિયાના ઘણા ભાગોમાં કહેર વર્તાવ્યો છે. જાણકારી અનુસાર કોરોનાની માફક તેના સંક્રમણ વિશે ખબર પડતાં થોડા દિવસોનો સમય લાગે છે. તેના મુખ્ય લક્ષણોમાં તાવ, ત્વચા પર દાણા, સાંધામાં દુખાવો વગેરે સામેલ છે. ઝીકા મુખ્યરૂપથી એડીઝ ઝીનથી સંક્રમિત મચ્છરોના કરડવાથી ફેલાઇ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર