નવી દિલ્હી : લોકડાઉનના (Lockdown) કારણે જ્યાં વિશ્વનાં મોટા ભાગના દેશોમાં લોકો પોતાનાં ઘરે બેસવા માટે મજબુર છે, ત્યારે અનેક કંપનીઓ આ વીડિયો કોન્ફરન્સિગ માટે જુમ એપનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે મોટા ભાગનાં લોકો સાથે એકવારમાં જ આ વીડિયો ચેટ દ્વારા વાત કરી શકાય. જો કે સુરક્ષા એજન્સીઓના અનુસાર જુમ એપે પર્સનલ ડેટાને સરળતાથી ચોરી કરવામાં આવી શકે છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક એડ્વાઇઝરી બહાર પાડીને તેના ઉપયોગમાં સાવધાની વર્તવા માટેની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસી કદાચ શોધાઇ પણ જાય તો ભારતને કામ નહી લાગે! વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

રિપોર્ટ અુસાર જુમ એપ એન્ડ ટુ એન્ડ ઇંક્રિપ્ટેડ નથી. જેના કારણે તેને ખુબ જ સરળતાથી હેક કરી શકાય છે. કેન્દ્ર સરકારે આ એપ દ્વારા થનારી કોઇ પણ સરકારી મીટિંગ પર પ્રતિંધ લગાવી દીધો છે. જોવામાં આવે તો ટિક ટોક અને જુમનાં મોટા ભાગના સર્વર ચીનમાં છે, જેના મુદ્દે સુરક્ષા અંગેની ચિંતા પણ છે.જર્મની સહિતનાં અનેક દેશો દ્વારા તેના પર પ્રતિબંધ લગાવાયેલો છે.


સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ

ગૃહમંત્રાલયે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને જુમ એપનો ઉપયોગ કરીને કેટલાક ગાઇડલાઇન પણ ઇશ્યું કરી છે, જેના અનુસાર જુમનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઇએ. મીટિંગ દરિયાન જુમનો ઉપયોગ પહેલા નવા યુઝર આઇડી, પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત વેટિગ રૂમનાં ફીચરને એનેબલ કરો, જેમાં બિન જરૂરી લોકો કોન્ફરન્સમાં જોડાઇ ન શકે. જોઇ ઓપ્શનને ડિસેબલ કરો. સ્ક્રીન શેરિંગનું ઓપ્શન માત્ર હોટ્સ પાસે રાખો.કોઇ વ્યક્તિ માટે રિજોઇન ઓપ્શન બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ફાઇલ ટ્રાન્સફરનાં ઓપ્શનથી પણ દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.


મુંબઇ: બાંદ્રા સ્ટેશન પર એકત્ર થયેલ ભીડનું કારણ અલગ જ હતું, સાંભળશો તો આંખમાંથી વહેશે આંસુ

જુમ પર જર્મની, તાઇવાન, સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુરે પ્રતિબંધ લગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર  કંપનીઓમાં ગુગલ (google), સ્પેસએક્સ, ટેસ્લા, નાસા અને ન્યૂયોર્કનાં એજ્યુકેશનલ ઇંસ્ટીટ્યે પણ તેના રોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જુમ એપના CEO એ એપમાં રહેલી સુરક્ષા ખામીઓ અંગે માફી માંગી છે. સીઇઓ ઇરિક યુઆને કહ્યું કે, અમે આ એપની ખામીઓને ઝડપથી દુર કરીશું. કંપનીએ એક ઇમેલ દવારા સ્પષ્ટતા કરતા કહ્યું કે, જુમ પોતાના યુઝરની સેફ્ટી મુદ્દે ખુબ જ ગંભીર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube