નવી દિલ્હીઃ Zydus Cadila Vaccine Price: ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીન 'ઝાઇકોવ-ડી' ની કિંમત નક્કી કરવામાં આવી છે. એક ડોઝની કિંમત 265 રૂપિયા હશે. ભારત સરકારે એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. 'ઝાઇકોવ-ડી'ના ત્રણ ડોઝને 28 દિવસના અંતર પર આપવાના છે. દેશમાં વિકસિત આ વિશ્વની પ્રથમ એવી રહી છે જે ડીએનએ-આધારિત છે અને સોઈ રહિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાઇકોવ-ડી વેક્સીનને 'જેટ એપ્લીટેકર'થી લગાવવામાં આવશે. જેટ એપ્લીકેટરની કિંમત 93 રૂપિયા પ્રતિ ડોઝ હશે. એટલે કે વેક્સીનના એક ડોઝ માટે 358 રૂપિયા ખર્ચ કરવા પડશે. 


આ પહેલા રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત દુનિયાની પ્રથમ ડીએનએ-આધારિત કોવિડ-19 રસીને રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવા માટે શરૂઆતી પગલાને લીલી ઝંડી આપી દીધી છે. 


આ પણ વાંચોઃ PAK નેવીએ ભારતીય માછીમારની કરી હત્યા, સરકારે પાક રાજદ્વારીને પાઠવ્યું સમન્સ


અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાના અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું કે, કંપની દર મહિને ઝાઇકોવ-ડીના એક કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવી શકે છે. ત્યારબાદ સરકારે એક કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો છે. 


ઝાઇકોવ-ડીને 20 ઓગસ્ટે દવા નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હતી. ઝાઇકોવ-ડી પ્રથમ એવી રહી છે જેને ભારતના દવા નિયામકે 12 વર્ષ કે તેનાથી ઉપરની ઉંમરના લોકોને રસીકરણ માટે મંજૂરી આપી છે. શરૂઆતમાં તેને વયસ્કોને લગાવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube