વિપક્ષ નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તમારો દરેક શબ્દ અને ભાવના મુલ્યવાન છે: PM મોદી
મોદી સરકાર 2.0ની સંસદીય પરિક્ષા આજથી શરૂ થઈ રહી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા સાંસદોની શપથવિધિ થઈ રહી છે.
નવી દિલ્હી: મોદી સરકાર 2.0ની સંસદીય પરિક્ષા આજથી શરૂ થઈ રહી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા સાંસદોની શપથવિધિ થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી ઈચ્છશે કે આ સત્રમાં બજેટ ઉપરાંત અન્ય અટકી પડેલા બિલો પસાર કરાવવામાં આવે. વીરેન્દ્રકુમારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. ત્યારબાદ તેમણે નવા ચૂંટાઈ આવેલા સાંસદોને શપથ લેવડાવ્યાં. 17 જૂનતી શરૂ થનારું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલુ રહેશે. 5 જુલાઈના રોજ બજેટ રજુ કરાશે. સત્ર શરૂ થતા જ મોદી મોદીના નારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા. ત્યાબાદ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, નીતિન ગડકરી, ડી.વી.સદાનંદ ગૌડા, અને અન્ય સાંસદોએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે તમામ પક્ષોને સકારાત્મક સહયોગની અપેક્ષાની વાત કરી. તેમણે વિપક્ષને લોકશાહની અનિવાર્ય શરત ગણાવતા કહ્યું કે સમાર્થ્યવાન વિપક્ષથી લોકતંત્ર મજબુત થાય છે. તેમણે તમામ પક્ષોને સહયોગની અપીલ કરતા કહ્યું કે વિપક્ષી દળોએ નંબરની ચિંતા છોડીને પોતાનું યોગદાન આપવું જોઈએ. તેમનો અવાજ અને ચિંતાઓ સરકાર માટે એટલી જ મહત્વપૂર્ણ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...