OpenAI And ChatGPT: 1000 શબ્દોનો નિબંધ હોય, ગણિતનો પ્રશ્ન હોય, કવર લેટર હોય કે કોડ હોય, ChatGPT બધા માટે જવાબ આપી શકે છે અને તે પણ માણસોની જેમ. ChatGPTના વિકાસકર્તાઓએ માણસોને મદદ કરવા અને લાભ આપવા માટે AI બનાવ્યું છે; જો કે, તે આપણે ધાર્યું હતું તેના કરતાં વધુ શક્તિશાળી બની ગયું છે અને હવે તેનો ફાયદો થવાને બદલે લોકોનો નોકરી છોડવાનો વારો આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Resumebuilder.com દ્વારા 1,000 બિઝનેસ લીડર્સના તાજેતરના સર્વેક્ષણમાં, લગભગ અડધી યુએસ કંપનીઓ કે જેમણે તેમના વ્યવસાયોમાં ChatGPT લાગુ કર્યું હતું, તેઓએ હવે તેમના કર્મચારીઓને AI સાથે  રીપ્લેસ કરી દીધા છે. અને માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં, તમામ ઉદ્યોગોના કર્મચારીઓને ChatGPTને કારણે તેમની નોકરી ગુમાવવાનો ડર છે. વસ્તુઓને વધુ મહત્વપૂર્ણ બનાવવા માટે, ઓપન AIએ ChatGPT - GPT 4 નું એડવાન્સ વર્ઝન પણ લોન્ચ કર્યું છે. યુઝરે એઆઈને જ પૂછ્યું કે તે કોને રિપ્લેસ કરી શકે છે. ત્યારપછી મળેલો જવાબ ચોંકાવનારો છે.


ટ્વિટર યુઝર પ્રશાંત રંગાસ્વામીએ GPT-4ને તે બદલી શકે તેવી 20 નોકરીઓનું નામ આપવા કહ્યું. તેમણે AIને જવાબ સાથે 'સંખ્યા, નોકરીઓ અને ટ્રેટ રીપ્લેસ'ના રુપમાં ઉત્તર આપવા કહ્યું અને જવાબ ખરેખર આઘાતજનક છે. અહીં 20 નોકરીઓની સૂચિ છે જે GPT-4 દ્વારા જાહેર કરવામાં આવી છે કે તે મનુષ્યને રીપ્લેસ કરી શકે છે.



20 નોકરીઓ જેની જગ્યા GPT-4 લઈ શકે છે


1. ડેટા એન્ટ્રી કારકુન
2. કસ્ટમર કેર રીપ્રેજેંટેટીવ 
3. પ્રૂફરીડર
4. પેરાલીગલ
5. બુકકીપર
6. ટ્રાન્સલેટર
7. કોપીરાઈટર
8. માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ
9. સોશિયલ મીડિયા મેનેજર
10. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલર
11. ટેલીમાર્કેટર
12. વર્ચ્યુઅલ આસીસટેન્ટ
13. ટ્રાન્સક્રિપ્શનિસ્ટ
14. ન્યુઝ રિપોર્ટર
15. ટ્રાવેલ એજન્ટ
16. શિક્ષક
17. ટેકનિકલ સપોર્ટ એનાલિસ્ટ
18. ઈમેલ માર્કેટર
19. કન્ટેન્ટ મોડરેટર
20. રીક્રુટર


આઘાતજનક છે ને? ચેટજીપીટીના લોન્ચિંગ સાથે એઆઈ દ્વારા મનુષ્યોને રીપ્લેસ થઈ જવાનો ડર ઊભો થયો છે.  તાજેતરમાં, ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક પણ તેમના ટ્વીટમાં પૂછ્યું હતું કે, "આપણા મનુષ્યો પાસે શું કરવાનું બાકી રહેશે?  સારુ રહેશે કે આપણે ન્યુરાલિંક સાથે આગળ વધીએ."


અને માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ GPT-4એ માનવીય ગુણો પણ જાહેર કર્યા જે આ નોકરીઓમાં ફેરવાઈ શકે છે. આ ગુણોમાં ઝડપ અને સચોટતા, વિગત પર ધ્યાન, સંશોધન અને સંગઠન, ગાણિતિક કૌશલ્ય, લેગ્વેજ પ્રોફિસિયન્સી, ક્રીએટીવીટી અને રાઈટીંગ, એનાલીટીકલ સ્કીલ, કંટેટ ક્રીએશન અને ક્યુરેશન, સમય વ્યવસ્થાપન, કમ્યુનીકેશન, મલ્ટીટાસ્કિંગ અને ઓર્ગેનાઈઝેશન, લીસનીંગ અને ટાઈપીંગ સ્કીલ, વાસ્તવિકતાનો પણ સમાવેશ થાય છે. 


આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube