8th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ચર્ચા છે કે 8મા પગાર પંચ પર વાત આગળ વધી રહી છે. જો 8મું પગાર પંચ લાગૂ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે. 7માં પગાર પંચ હેઠળ કર્મચારીઓનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની મોટી ભૂમિકા હોય છે. ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર જ જૂના બેઝિક પેથી રિવાઈઝ્ડ બેઝિક પેની ગણતરી થાય છે. પગાર પંચના રિપોર્ટમાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ભલામણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે વધશે મિનિમમ બેઝિક પગાર
7માં પગાર પંચની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકા રાખવામાં આવ્યું. તેના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર રિવાઈઝ્ડ કરવામાં આવ્યો. આંકડા જુઓ  તો 7માં પગાર પંચમાં સૌથી ઓછો પગાર વધારો મળ્યો હતો જો કે બેઝિકપગાર 18,000 રૂપિયા કરવામાં આવ્યો. ચર્ચા છે કે 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ગણું રાખવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે. 


ક્યારે ક્યારે કેટલો થયો પગાર વધારો
- 4થા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો  27.6% પગાર વધારો થયો. જેમાં તેમનો લઘુત્તમ પગાર  750 રૂપિયા નક્કી હતું. 
- 5માં પગાર પંચમાં કર્મચારીઓને મોટી ભેટ મળી અને તેમના પગારમાં 31 ટકાનો વધારો થયો. તેમનું લઘુત્તમ વેતન વધીને સીધુ 2550 રૂપિયા પ્રતિ માસ થયું. 
- 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવ્યું. તે વખતે તેને 1.86 ગણું રાખવામાં આવ્યું હતું. તેનાથી કર્મચારીઓને પગારમાં સૌથી મોટો હાઈક મળ્યો અને તેમના લઘુત્તમ પગારમાં 54 ટકાનો વધારો થસો. તેનાથી બેઝિક પગાર વધીને 7000 રૂપિયા થઈ ગયો. 
- વર્ષ 2014માં 7મું પગાર પંચ બન્યું અને તેને વર્ષ 2016માં લાગૂ કરવામાં આવ્યું. તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને આધાર માનવામાં આવતા 2.57 ગણો વધારો કરાયો. પરંતુ પગાર વધારો જે થયો તે 14.29 ટકા જ થયો. જો કે બેઝિક સેલરી વધીને 18000 રૂપિયા થઈ. કર્મચારીઓએ તેનો વિરોધ જતાવતા ફિટમેન્ટ વધારવા પર ભાર મૂક્યો. પરંતુ હાલ તે 2.57 ગણા પર સ્થિર છે. 


શું આઠમું પગાર પંચ આવશે?
સૌથી મોટો સવાલ એ છે કે 8મું પગાર પંચ આવશે કે નહીં? જેને લઈને બે અલગ અલગ ચર્ચાઓ છે. સરકારી સૂત્રોનું માનીએ તો સરકાર હવે આગામી પે કમિશન પર વિચાર કરશે નહીં. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આમ કરવું શક્ય નથી. એક સિસ્ટમ બનેલી છે. તે સિસ્ટમને અચાનક ખતમ કરી શકાય નહીં. બીજું મોટું કારણ એ છે કે 8માં પગાર પંચને આવવામાં હજુ સમય છે. આગામી પગાર પંચની ટાઈમલાઈન 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે. આવામાં હજુ ઘણો સમય છે. 


પે મેટ્રિક્સ પર કેટલો પગાર વધશે?
પે લેવલ મેટ્રિક્સ 1થી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 26,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ કડીમાં પે મેટ્રિક્સ લેવલ-18  સુધી પગારમાં વધારો થશે. પગાર પંચનો ટ્રેન્ડ જોઈએ તો દર 8-10 વર્ષ વચ્ચે તેને લાગૂ કરવામાં આવે છે. આ વખતે પણ તે 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવો દાવો થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube