Study Abroad : અમેરિકામાં એક લાખ ભારતીય બાળકો માતા-પિતાથી વિખૂટા પડી શકે છે તેવી ગંભીર સ્થિતિ ઉદભવી શકે છે. અમેરિકામાં ગ્રીનકાર્ડની પ્રક્રિયામાં ધાર્ય કરતા વધુ વાર લાગી રહી છે. જો ગ્રીન કાર્ડ ન મળ્યું તો ભારતીય મૂળના ૧.૩૪ લાખ બાળકોને પેરેન્ટ્સથી વિખૂટા પડવાનો વારો આવશે. કારણ કે, અમેરિકામાં એચ-4 વિઝા હેઠળ નોકરી કરતાં ગ્રીનકાર્ડ ન ધરાવતા પેરેન્ટ્સ નિયમ પ્રમાણે સંતાનોને 21 વર્ષ સુધી જ સાથે રાખી શકે છે. લાખો ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેસ્યા છે. પરંતું અમેરિકા આ મામલે ટસ કે મસ થઈ નથી રહ્યું. કારણ કે, અમેરિકા પાસે ગ્રીન કાર્ડ આપવા માટે લાંબુલચક વેઈટિંગ લિસ્ટ છે. તેથી હજી સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારો આવતા 135 વર્ષ લાગશે 
દરેક ગુજરાતીનું પહેલુ ખ્વાબ અમેરિકા જવાનું હોય છે, અમેરિકા પહોંચી પણ ગયા તો ગ્રીન કાર્ડ વહેલી તકે મળી જાય તેવુ બીજુ સપનું હોય છે. પરંતું હવે આ સપનુ જલ્દી સાકાર થાય તેવુ લાગતુ નથી. કારણ કે, હાલ 10 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે લાઈનમાં છે. ગ્રીન કાર્ડની પ્રોસેસ અમેરિકામાં અટવાઈ પડી છે. કારણ કે, આ માટે અમેરિકા પણ મૂંઝવાયું છે. વા નિયમો પ્રમાણે એક દેશના સાત ટકા નાગરિકોને જ અમેરિકા ગ્રીનકાર્ડ આપે છે. દરેક દેશ માટે સાત ટકાનો ક્વોટા નક્કી કર્યો છે. એ હિસાબે અત્યારે ગ્રીનકાર્ડનું જે વેઈટિંગ લિસ્ટ છે એમાં તમામનો વારો આવતા ૧૩૫ વર્ષનો સમય લાગી જાય!


જો હાથમાં આ કાગળ હશે તો તેમને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવતા કોઈ રોકી નહિ શકે


સંતાનોને ભારત આવવુ પડી શકે છે 
જો આ જ સ્થિતિ રહી ને ગ્રીન કાર્ડ ન મળ્યું તો અમેરિકામાં રહેતા ભારતીયો, અને ખાસ કરીને ગુજરાતીઓ પર મોટું સંકટ આવશે. કારણ કે, અમેરિકાના નિયમ મુજબ, માતા-પિતા પાસે એચ-૧ વિઝા હેઠળ અમેરિકામાં નોકરીનો અને રહેવાનો અધિકાર છે, પરંતુ બાળકોને એચ-૪ વિઝા હેઠળ ૨૧ વર્ષ સુધી જ રહેવાનો પરવાનો મળે છે. જો આ નિયમ લાગુ કરાયો તો ૨૧ વર્ષથી મોટા તમામ સંતાનોએ ભારત આવી જવું પડશે. 


કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડશે, નહિ મળે એન્ટ્રી


હાલ જે પ્રકારની ગ્રીન કાર્ડ માટે અરજી થઈ છે, તેમાં 1.34 લાખ બાળકો છે જેમની ઉંમર ટૂંક સમયમાં લિમિટની બહાર જતી રહેશે. લગભગ 10.7 લાખ ભારતીય અરજકર્તાઓ ગ્રીન કાર્ડ માટે રાહ જુએ છે પણ તેમણે કદાચ એક સદી કરતા વધુ સમય સુધી ગ્રીન કાર્ડ નહીં મળી શકે. અમેરિકા જેવા દેશમાં પણ ગ્રીન કાર્ડની સિસ્ટમ સ્લો છે અથવા તેના વિશે નિર્ણય લેવાયો નથી. અત્યારે ભારતીયોની ગ્રીન કાર્ડ અરજીઓ 134 વર્ષના બેકલોગમાં ફસાઈ ગઈ છે. એટલે કે આટલી ધીમી ગતિએ ગ્રીન કાર્ડ અપાતા રહેશે તો એક સદી કરતા વધુ સમય લાગી જશે. અમેરિકન ગ્રીન કાર્ડ માટે દુનિયાના દરેક ભાગમાંથી અરજીઓ આવી રહી છે, પરંતુ તેમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અરજીઓ ક્યારે ભરાશે તેનો કોઈને આઈડિયા નથી. 


ગુજરાતીઓને વિદેશ ભણવામાં આ તકલીફોનો કરવો પડે છે સામનો, પડકારો જ પડકારો છે


આંકડા એવુ કહે છે કે, ઈબી-2 કેટેગરીમાં જે બેકલોગ છે તેમાંથી અડધા કરતા વધુ એવા લોકો છે જેઓ એડવાન્સ્ડ ડિગ્રી સાથે અમેરિકન કંપનીઓમાં કામ કરે છે. ઈબી-3 કેટેગરીમાં લગભગ 13 ટકા લોકો કમસે કમ બેચલર્સ ડિગ્રી ધરાવે છે. આ તમામ હાલ ગ્રીન કાર્ડનુ સપનુ લઈને બેસ્યા છે. અમેરિકાની પોલિસી એવી છે કે દર વર્ષે તે વધુમાં વધુ 1.40 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરી શકે છે. ભારતથી યુએસ આવેલા અને એચ-1બી વિઝા પર કામ કરી રહેલા લોકોને તેમાં વધારે અસર થાય છે કારણ કે અમેરિકામાં સ્કીલ્ડ વર્ક ફોર્સનો તેઓ મોટો હિસ્સો હોવા છતાં તેમને ગ્રીન કાર્ડ મળી શકતું નથી.


UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ