IT કંપની Axtria ભારતમાં હજારો કર્મચારીઓની કરશે ભરતી, આ વિભાગોમાં મળશે નોકરી
Axtria આગામી 8-10 મહિનામાં દેશમાં તેની ઓફિસમા 1,000 ડેટા સાયન્ટિસ્ટ, સોફ્ટવેર ડેવલપર્સ અને ડેટા એન્જિનિયરોની ભરતી કરશે.
Axtria Job Hiring: IT કંપની Axtria Inc આગામી આઠ મહિનામાં ડેટા સાયન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ડેટા એન્જિનિયરિંગમાં 1,000 થી વધુ લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે. કંપનીએ રવિવારે આ જાણકારી આપી છે.
યુએસ સ્થિત સોફ્ટવેર કંપની Axtria ગુરુગ્રામ, બેંગલુરુ અને નોઈડામાં તેની ઓફિસો અને પુણે, હૈદરાબાદમાં આવનારા નવા કેન્દ્રો માટે લોકોને હાયર કરી રહી છે. Axtria આગામી 8-10 મહિનામાં દેશમાં તેની ઓફિસના સ્થળો પર 1,000 ડેટા સાયન્ટિસ્ટ, સોફ્ટવેર ડેવલપર્સ અને ડેટા એન્જિનિયરોની ભરતી કરશે.
Axtria આગામી બે વર્ષમાં ઝડપી કેમ્પસ હાયરિંગ માટે પણ તૈયારી કરી રહી છે. 2023 માટે, ટીમ પહેલેથી IITs અને અન્ય પ્રીમિયર એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ કોલેજોના પ્લેસમેન્ટ સેલ સાથે વાટાઘાટો કરી રહી છે. Axtria ના હાલમાં ભારતમાં અંદાજે 3,000 કર્મચારીઓ છે.
એક્સ્ટ્રીઆને ભારતમાં તેની આવક આગામી ત્રણથી પાંચ વર્ષમાં અનેક ગણી વધીને 10 કરોડ ડોલર થવાની અપેક્ષા છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે હવે વધુને વધુ સ્થાનિક કંપનીઓ આધુનિક તકનીકી ઉપકરણોને પસંદ કરી રહી છે, જેના કારણે અહીં તેનો વ્યવસાય વધવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube