Career Options After 12th: ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે આ છે બેસ્ટ કરિયર ઓપ્શન
Career Options After 12th: જો તમારું બાળક પણ ધોરણ 12 ની પરીક્ષા આપવાનું છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ કામની છે. આજે તમને એવા કેટલાક કોર્સ વિશે જણાવીએ જેને ધોરણ 12 પછી કરીને સારું કરિયર બનાવી શકાય છે.
Career Options After 12th: દેશભરમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તડામારમાં તૈયારીઓ કરવા લાગ્યા છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કોમર્સ, આર્ટસ અને સાયન્સના વિષયો સાથે બોર્ડની પરીક્ષા આપશે. હાલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને ચિંતામાં હશે તો સાથે જ માતા પિતા બોર્ડની પરીક્ષાની સાથે ધોરણ 12 પછી શું કરાવવું તેને લઈને ચિંતામાં હશે... જો તમારું બાળક પણ ધોરણ 12 ની પરીક્ષા આપવાનું છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ કામની છે. આજે તમને એવા કેટલાક કોર્સ વિશે જણાવીએ જેને ધોરણ 12 પછી કરીને સારું કરિયર બનાવી શકાય છે.
આ પણ વાંચો: Top Courses: દર મહિને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ આ કોર્સ કરો, પૈસાનો વરસાદ થશે
આર્ટસના વિદ્યાર્થીઓ માટેના વિકલ્પ
જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટસ વિષય સાથે કરી રહ્યા છે તેઓ ધોરણ 12 પછી બીએ, એલએલબી, બીએચએમ, બીએફએ, બીબીએ, ફેશન ડિઝાઈનિંગ, બેચરલ ઈન સોશિયલ વર્ક જેવા કોર્સ ઉપલબ્ધ હોય છે. આ સિવાય જો તમને ટીચિંગ માં રસ છે તો તમે વિશ્વવિદ્યાલય માં ચાલતા ચાર વર્ષીય બી.એડ નો અભ્યાસ કરી શકો છો. બીએડ કર્યા પછી તમે ટીચિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો.
આ પણ વાંચો: બ્રિટનમાં સરકારનો એક નિર્ણય ભારતીયોને ભારે પડી રહ્યો છે, લગ્નો અટકી ગયા...બોલો
સાયન્સના વિદ્યાર્થી માટે ઓપ્શન
સાયન્સ અને મેથ્સના વિષયો સાથે જે વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા આપી રહ્યા છે તેઓ જેઈઈ મેઈનની તૈયારી કરી શકે છે. જેમાં તેઓ આગળ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે છે. આ સિવાય ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ બીએસસી જેવા અભ્યાસક્રમમાં પણ પ્રવેશ લઈ શકે છે. જો મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવું હોય તો પણ વિદ્યાર્થીઓ માટે અનેક ઓપ્શન ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: SSC Sarkari Naukri: 10, 12 પાસ માટે મંત્રાલયોમાં નોકરીની તક, 2000થી વધુ પદો પર ભરતી
કોમર્સના વિદ્યાર્થીઓ માટે કરિયર ઓપ્શન
જે વિદ્યાર્થીઓ કોમર્સ સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરે છે તેમના માટે સીએ કોર્સ ઉપલબ્ધ છે. જેમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. આ સિવાય વિદ્યાર્થીઓ બીકોમ, એમ.કોમ કરીને પણ બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી શકે છે. ધોરણ 12 કોમર્સ પછી ટૂર એન્ડ ટ્રાવેલિંગ, હોટલ મેનેજમેન્ટ અને જર્નાલિઝમ જેવા કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકાય છે.