Computer Science Courses After 12th: વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ ફિલ્ડમાં ડીમાંડ વધારે જોવા મળે છે. ભવિષ્યમાં પણ આ ફિલ્ડમાં નોકરીની તકો રહેવાની જ છે. આ ડીમાંડને ધ્યાનમાં રાખી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી સારા કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ કોર્સમાં એડમિશન લેવાનું વિચારતા હોય છે. જો તમારા દીકરા કે દીકરીનું સપનું પણ આવું જ છે તો આજે તમને આ ફિલ્ડના 7 બેસ્ટ કોર્સ વિશે જણાવીએ. આ કોમ્પ્યુટર સાયન્સ ઈંજીનિયરિંગ ફિલ્ડમાં પણ અનેક કોર્સના વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં અભ્યાસ કર્યા પછી તુરંત તમને લાખોના વાર્ષિક પેકેજની જોબ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દૂધ ઉભરાઈ જાય છે અવારનવાર? તો ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ટ્રીક, દૂધ નહીં ઢોળાય ગેસ પર


B.Tech in Computer Science and Engineering


ધોરણ 12 પછી આ ડિગ્રી કોર્સ કરી શકાય છે. આ કોર્સ ચાર વર્ષનો હોય છે. આ કોર્સ પુરો કર્યા પછી તમને વાર્ષિક 8 થી 10 લાખના પગારની નોકરી સરળતાથી મળી શકે છે. 


B.Sc in Computer Science


જે વિદ્યાર્થીને પ્રોગ્રામિંગ, સોફ્ટવેર ડેવલપમેંટ અને એલ્ગોરિધમમાં રસ હોય તેઓ આ કોર્સ પસંદ કરી શકે છે. આ કોર્સ પુરો થયા પછી તમને 3 થી 6 લાખના પેકેજની નોકરી રમતા રમતા મળી જાય છે. 


આ પણ વાંચો: તમારા દાંત પણ પીળા પડી ગયા છે ? તો રોજ ચાવો આ પાન, 7 દિવસમાં દાંત મોતી જેવા સફેદ થશે


Bachelor of Computer Application


કંપ્યુટર એપ્લિકેશન અને પ્રોગ્રામિંગ ભાષા શીખવાનો શોખ હોય તો બીસીએ કરી શકાય છે. આ કોર્સ સૌથી બેસ્ટ સાબિત થાય છે. તેમાં 3 થી 5 લાખના પગારની નોકરી મળે છે. 


Bachelor of Engineering in Computer Scienece


આ કોર્સમાં હાર્ડવેર અને સોફ્ટવેરનો અભ્યાસ કરવાનો હોય છે. આ કોર્સ કર્યા પછી સોફટવેર ઈંજીનિયર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર તરીકે 5 થી 8 લાખના પગારની નોકરી મળી શકે છે. 


આ પણ વાંચો: Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, ઘરમાં રહેલા આ 2 તેલનો કરો ઉપયોગ


B.Sc in Information Technology


કોમ્પ્યુટર નેટવર્ક, પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એનાલિલિસ તરીકે કામ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ કોર્સ કરવો જોઈએ. આ કોર્સ પછી પણ વાર્ષિક 3થી 6 લાખના પગારની નોકરી મળી શકે છે. 


B.Tech in Information Technology


ઈંફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડમાં કરિયર બનાવવું હોય તો ધોરણ 12 પછી આ કોર્સ કરવો. આ કોર્સ પુરો થયા પછી સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે અને જેમાં પગાર 6 થી 9 લાખનો હોય છે.


આ પણ વાંચો: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? જાણો બંનેના ફાયદા અને નુકસાન વિશે


B.Sc in Data Science


ડેટા એનાલિસ્ટ, એમએલ અને સ્ટેટિસ્ટિકલ મોડલિંગ તરીકે કારર્કિદી બનાવવી હોય તો આ કોર્સ કરી શકાય છે. તેમાં શરુઆતી 7 લાખથી 10 લાખના વાર્ષિક પગારની નોકરી મળી શકે છે.