Hair Care Tips: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? બંનેના ફાયદા અને નુકસાન વિશે જાણી જાતે કરો નિર્ણય

Hair Care Tips: અનેક યુવતીઓ એવી હશે જે રાત્રે સૂતી વખતે ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરે છે કારણ કે આ સ્થિતિ આરામદાયક લાગે છે. પરંતુ વાળને ખુલ્લા રાખવા બધા માટે યોગ્ય નથી. વાળને બાંધીને રાખવા કે ખુલ્લા રાખવા બંને રીતના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન છે.. તમારા માટે શું ફાયદાકારક છે તે આ જાણકારી પછી તમે જાતે નક્કી કરી શકો છો. તો ચાલો બંને રીતના ફાયદા અને નુકસાન વિશે જણાવીએ.

Hair Care Tips: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? બંનેના ફાયદા અને નુકસાન વિશે જાણી જાતે કરો નિર્ણય

Hair Care Tips: યુવતીઓ માટે આ સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન હોય છે. આ પ્રશ્નના જવાબને લઈને અલગ અલગ મત પણ હોય છે. આ પ્રશ્ન છે રાત્રે સૂતી વખતે વાળ કેવી રીતે રાખવા ? ઘણા લોકો માને છે કે રાત્રે સૂતી વખતે વાળ ખુલ્લા રાખવા જોઈએ અને કેટલાક લોકોનું કહેવું છે કે વાળને બાંધીને રાખવા જોઈએ. વાળને કોઈપણ રીતે રાખો સવારે જાગો ત્યારે તે ગુંચવાઇ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે હકીકતમાં વાળને કઈ રીતે રાખવામાં આવે તો વાળને નુકસાન ન થાય. 

અનેક યુવતીઓ એવી હશે જે રાત્રે સૂતી વખતે ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરે છે કારણ કે આ સ્થિતિ આરામદાયક લાગે છે. પરંતુ વાળને ખુલ્લા રાખવા બધા માટે યોગ્ય નથી. વાળને બાંધીને રાખવા કે ખુલ્લા રાખવા બંને રીતના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન છે.. તમારા માટે શું ફાયદાકારક છે તે આ જાણકારી પછી તમે જાતે નક્કી કરી શકો છો. તો ચાલો બંને રીતના ફાયદા અને નુકસાન વિશે જણાવીએ. 

સૂતી વખતે વાળને ખુલ્લા રાખવાથી થતા ફાયદા અને નુકસાન 

ફાયદા - સુતી વખતે વાળને ખુલ્લા રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વાળ ઉપર કોઈપણ સ્થિતિમાં સુવો છો તો તેનાથી દબાણ આવતું નથી. જેના કારણે વાળ તૂટે અને ખરે તેનું જોખમ ઘટી જાય છે. 

નુકસાન - પરંતુ આ સ્થિતિ એવા લોકો માટે નુકસાનકારક છે જેમના વાળ લાંબા હોય. લાંબા વાળ હોય અને તમે તેને ખુલ્લા રાખો તો સવાર સુધીમાં તેમાં ગુંચ આવી જાય છે. જેના કારણે સવારે વાળ ઓળવામાં સમય પણ લાગે છે અને વાળ વધારે તૂટે છે. આ સિવાય જે લોકોના વાળ ડ્રાય હોય તેમના માટે પણ આ રીત નુકસાનકારક છે. 

રાત્રે વાળને બાંધવાથી થતા ફાયદા અને નુકસાન 

ફાયદા - સુતા પહેલા વાળને બાંધીને રાખવાથી તેમાં ગુંચ નથી ચઢતી. સવારે વાળને ઓળવામાં સરળતા રહે છે અને વાળ ઓછા તૂટે છે. 

નુકસાન - વાળને જો ટાઇટ બાંધી દેવામાં આવે તો વાળ સતત ખેંચાય છે. જેના કારણે વાળના મૂળ નબળા પડી શકે છે. વાળને બાંધવા માટે જો રબરનો ઉપયોગ કરવામાં આવે તો વાળ વધારે તૂટે છે. 

સૌથી બેસ્ટ શું છે? 

રાત્રે સૂતી વખતે વાળને બાંધવા કે ખુલ્લા રાખવા તે વાળના પ્રકાર અને આદત અનુસાર નક્કી કરવું જોઈએ. જો તમારા વાળ લાંબા અને જાડા હોય તો સુતી વખતે ઢીલી ચોટી બાંધી લેવી ફાયદાકારક રહેશે. જે લોકોના વાળ ઓછી લંબાઈના અને પાતળા હોય તેવો ખુલ્લા રાખીને સુવે તો આરામદાયક રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news