આ દેશમાં ખૂલ્યા નોકરીના ઢગલાબંધ ઓપ્શન, ડોલરની સાથે પીઆર પણ ફટાફટ મળી જશે
Work Permit In Ireland : યુરોપનો એક દેશ છે આયર્લેન્ડ, જેમાં વિઝા સ્પોન્સરશિપ સાથે મેળવો ફેક્ટરી જોબ્સ, પગાર પણ આલાગ્રાન્ડ મળશે
Visa Sponsorship Jobs : વિદેશ જવા માંગતા દરેક ગુજરાતીનુ સપનુ એ દેશમાં વસીને ડોલરમાં કમાણી કરવાનું હોય છે. પછી તે અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે યુકે હોય. સ્ટુડન્ટ વિઝા પર એન્ટ્રી મેળવીને પીઆર ક્યારે મળે છે તે જ બધાનો હેતુ હોય છે. આવામાં જો તમે સરળતાથી પીઆર મેળવવા માંગતા હોવ ને ડોલરમાં કમાણી કરવા માંગતા હોવ તો એક દેશે તમારા માટે ઓપ્શન ખુલ્લા કર્યાં છે. આ દેશ છે આયર્લેન્ડ. કારણ કે, હાલ આ દેશે કામદારો માટે પોતાના દરવાજા ખોલ્યા છે.
આયર્લેન્ડમાં ક્યા ક્યા તક છે
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર, આયર્લેન્ડમાં બહુ વિદેશી વસ્તી નથી. અહીં વિદેશીઓની કુલ વસ્તીના 12% જ છે. તેથી અહીંની ઈન્ડસ્ટ્રીઝને જોતા કુશળ કામદારોની અછત વર્તાઈ રહી છે. જેને લઈને આયર્લેન્ડની કંપનીઓ કુશળ કામદારોને આકર્ષવા માટે વિઝા સ્પોન્સરશિપ જોબ્સ ઓફર કરી રહ્યું છે, જેમાં ફેક્ટરી જોબ્સનો પણ સમાવેશ થાય છે. આ એક પ્રકારની સ્કીલ જોબ છે. જેમાં તમારી આવડત પ્રમાણે તમને કામ મળશે. આયર્લેન્ડમાં હાલ ફાર્માસ્યુટિકલ્સ, લેધર ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ડેરી પ્રોસેસિંગ તેમજ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નોકરીની અઢળક તકો રહેલી છે. જો તમે અહી કામ કરવા માંગતા હોવ તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય
આયર્લેન્ડમાં ત્રણ પ્રકારના વિઝા સ્પોન્સરશિપ ઓપ્શન છે. ક્રિટિકલ સ્કિલ્સ એમ્પ્લોયમેન્ટ પરમીટ, ડિપેન્ડેન્ટ પાર્ટનર એમ્પ્લોયમેન્ટ પરમીટ અને જનરલ એમ્પ્લોયમેન્ટ પરમીટ.
જો તમે સ્કીલ જોબમાં સારુ કામ કરી શકો છો અને નિષ્ણાત છો તો આ તક જવા દેવા જેવી નથી. ખાસ કરીને આ દેશ ફેક્ટર જોબ ઓફર કરી રહ્યું છે. જેમાં પેકેજીંગ માટે પ્રોડક્ટ્સ એકત્ર કરવી, મશીનરીનું સંચાલન, પ્રોડક્ટ્સ પરના ક્વોલિટી કંટ્રોલ ટેક્સ્ટનું સંચાલન, સારી અને ડેમેજ થયેલી પ્રોડક્ટ્સને અલગ કરવી, યોગ્ય પેકેજિંગ અને સેફ સ્ટોરેજની ખાતરી કરવા માટે પ્રોડક્ટ્નું નિરીક્ષણ, પ્રોડક્શન સ્વચ્છ વાતાવરણમાં થાય છે તેની ખાતરી કરવી તેમજ સારું પ્રોડક્શન અને પરિણામો મેળવવા માટે મશીનરી અને ઓટોમેટેડ સિસ્ટમ્સનું સંચાલન વગેરે જેવા કામો સામેલ છે. માત્ર આટલુ જ નહિ, જો તમને અહીંની ફેક્ટરીમાં કામ કરવુ હશે તો નિષ્ણાત પણ બનવુ પડશે.
જો હાથમાં આ કાગળ હશે તો તેમને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવતા કોઈ રોકી નહિ શકે
આયર્લેન્ડમાં વિઝા સ્પોન્સરશિપ જોબ મેળવવા માટે તમે અપ્રોચ પીપલ, સ્ટોર્મ રિક્રુટમેન્ટ, એક્શન રિક્રુટમેન્ટ, એલન રિક્રુટમેન્ટ અને ક્લાર્ક જેવી એજન્સીની મદદ પણ મેળવી શકો છો.