Canada Student Visa : કેનેડામાં હાલ હાઉસિંગ ક્રાઈસિસ ચાલી રહ્યાં તે વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. જેને કારણે કેનેડા સરકાર વિદેશી વિદ્યાર્થીઓ પર કાપ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. પરંતું હાલ કેનેડા સરકાર હાઉસિંગ ક્રાઈસિસ સામે કેવી રીતે લડવું તે વિચારમાં છે. કેનેડામાં હાઉસિંગ ક્રાઈસીસની મોટાપાયે અસર દેખાઈ રહી છે. ખાસ કરીને દુનિયાભરમાં કેનેડામાં આવેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. હાલ ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓે હોસ્ટેલમાં રૂમ પણ મળી નથી રહ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડામાં હાઉસિંગ કટોકટી
કેનેડા હાલ ઘરની અછતના સંક્ટ સામે ઝઝૂમી રહ્યો છે. અહી વસ્તી તો વધી રહી છે, પંરતુ રહેવા માટે ઘરની અછત પડી રહી છે. જેને કારણે ઘરના ભાવ હદ કરતા વધી રહ્યાં છે. કેનેડા સરકાર હવે વધતા આવાસ સંકટને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એન્ટ્રીને કન્ટ્રોલ કરવાનો વિચાર કરી રહી છે. આ નિર્ણય પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રુડોની નવી કેબિનેટના મુખ્ય ટાર્ગેટ છે. કારણ કે, વર્ષ 2022 માં 8 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડાએ પહેલા જ પ્રવેશ આપી દીધો છે. 


કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડશે, નહિ મળે કેનેડામાં એન્ટ્રી


ભારતથી હાલ કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે. કારણ કે, તેઓને હાલ રહેવા માટે કોઈ રહેઠાણ નથી મળી રહ્યું. હાલ સ્થિતિ એવી છે કે, હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા નથી થઈ રહી. હાલ સપ્ટેમ્બર પછી જે વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર એડમિશન લઈને જઈ રહ્યા છે, તેઓને પહેલાથી જ કહી દેવાયુ છે કે, તેઓ જાતે રહેવાની વ્યવસ્થા કરી લે. પહેલા તો આ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા આપાવની હતી. પરંતુ હાલની હાઉસિંગ કટોકટીને પગલે વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં યુનિવર્સિટી હાથ ખંખેરી રહી છે. 


અમેરિકામાં રહેતા ભારતીયો પર મોટું સંકટ, સાડા દસ લાખ લોકોને રિટર્ન થવાનો વારો આવશે


આવામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કેનેડામાં સ્ટુડન્ટના આગમનના કારણે હાઉસિંગની કોસ્ટ એટલી વધી ગઈ છે કે સરકાર પણ ચોંકી ગઈ છે. તેના કારણે હવે વિદેશી સ્ટુડન્ટના આગમન પર એક લિમિટ મુકવા વિચારણા ચાલે છે જેની સૌથી વધુ અસર ભારતીય સ્ટુડન્ટ્સ પર પડશે. હાલ ભારતીય વિદ્યાર્થીઓ મોટલ તથા અન્ય જગ્યાએ રહેવા માટે વ્યવસ્થા શોધી રહ્યાં છે. હોસ્ટેલમાં રૂમ આપવાના બદલે તેમને દૈનિક 140થી 200 ડોલરનો ખર્ચ કરીને મોટેલમાં રહેવા માટે જણાવવામાં આવ્યું. તેના કારણે ખર્ચ રોકેટની જેમ વધી ગયો. ઓન્ટારિયોમાં ભણતા સ્ટુડન્ટ્સે સબસિડીના દરે રહેઠાણ આપવા માગણી કરી છે.


કેટલાક સંગઠનોએ માગણી કરી છે કે વિદ્યાર્થીઓને કોલેજના બીજા કેમ્પસમાં શિફ્ટ કરવા જોઈએ અથવા જે યુનિવર્સિટીમાં રહેવાની સગવડ હોય ત્યાં લઈ જવા જોઈએ. ઓન્ટારિયોમાં હાલમાં હાઉસિંગની સમસ્યા સૌથી વધુ વિકટ હોવાનું ભારતીય વિદ્યાર્થીઓ જણાવે છે.


અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ટેન્શનવાળા સમાચાર : 134 વર્ષે પણ ગ્રીન કાર્ડ નહિ મળે