Career Option: સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનો શોખ છે તો આ નોકરીઓ તમારી રાહ જોઈને બેસી છે
Chef Course: જો તમે સારુ ખાવાનું બનાવી લો છો, તો જાણી લો કે શેફ પણ અલગ અલગ પ્રકારના હોય છે. મોટાભાગના શેફ ખાવાનુ બનાવતા નથી. પરંતુ ગાઈડ પણ કરે છે, શેફની કેટેગરી તેમની સ્કિલ અને કામના આધાર પર નક્કી થાય છે
Career as Chef: આ 21 મી સદી ચાલે છે, આવામાં તમે જે કામને સારી રીતે કરી લો છો તે જ કરો. હવે એ જમાનો ગયો કે તમારે લખી-વાંચીને એન્જિનિયર અને ડોક્ટર બનવુ પડશે અને પરિવારની ઈચ્છાઓને પૂરી કરવી પડશે. પહેલા દરેક માતાપિતા ઈચ્છતા હતા કે તેમનો દીકરો મોટો થઈને ડોક્ટર કે એન્જિનિયર જ બને. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. પેરેન્ટ્સના વિચારો પણ બદલાયા છે. હવે માતાપિતા પણ સંતાનોને એવા ફિલ્ડમા મોકલે છે, જેમાં તેમનુ રુચિ હોય. પછી તે સ્પોર્ટસ હોય, ટ્રાવેલ હોય કે પછી મ્યૂઝિક હોય.
હવે લોકો પોતાની પેશનને પોતાના પ્રોફેશનમાં બદલી રહ્યાં છે. આજે અમે તમને એવી કરિયર ઓપોચ્યુનિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પહેલા લોકો સારો ગણતા ન હતા. આ ફિલ્ડમાં આવવાની કોઈ પુરુષ તો હિંમત પણ ન કરતું. વાત છે શેફ બનવાની.
આ પણ વાંચો : પિતા કરતા ચાર ચાસણી ચઢે એવી છે ફરહાનની દીકરી, તેની કાતિલ અદા સામે અનન્યાનો પણ કોઈ ક્લાસ નથી!
એક વાત સમજી લો કે, શેફ અને કુક બંને અલગ અલગ બાબતો છે. કુક કિચનમાં ખાવાનુ બનાવે છે, પરંતુ શેડ ‘હેડ ઓફ ધ કિચન’ કહેવાય છે. શેફ પણ અલગ અલગ કેટેગરીના હોય છે. મોટાભાગના શેફ ખાવાનુ બનાવતા નથી, તે માત્ર ગાઈડ કરે છે. શેફની કેટેગરી તેમની આવડત અને કામના આધાર પર નક્કી થાય છે. શેફમાં સૌથી અગળની કેટેગરી એક્ઝિક્યુટિવ શેફની હોય છે, જે કિચન મેનેજર હોય છે. સૂસ શેફ, પેન્ટ્રી શેફ, પેસ્ટ્રી શેફ, સોસ શેફ, વેજિટેબલ શેફ, મીટ શેફ, રોસ્ટ શેફક, ફિશ શેફ, કોમિસ શેફ અને ફ્રાય શેફ જેવી અલગ અલગ કેટેગરી હોય છે. આ તમામ પોતાના સંબંધિત ફિલ્ડના એક્સપર્ટ હોય છે.
આ પણ વાંચો : આ ખૂબસુરત IAS ઓફિસર જે કાર ચલાવે છે, તેનું બુકિંગ કંપનીને રાતોરાત બંધ કરવું પડ્યું
શેફ બનવા માટે અનેક પ્રકારના સર્ટિફિકેટ, ડિપ્લોમા તેમજ ડિગ્રી કોર્સ ઉપલબ્ધ છે. જેને વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બાદ કરી શકે છે. શેફ માટે અભ્યાસની વાત કરીએ તો બીએસસી એન્ડ એમએસસી ઈન હોટલ મેનેજમેન્ટ, બેચલર ઓફ વોકેશનલ ડિગ્રી ઈન હોટલ મેનેજમેન્ટ, બીએસસી ઈન હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન, ડિગ્રી ઈન ફૂડ પ્રોડક્શન, ડિગ્રીન ઈન ફૂડ એન્ડ બેવરેજીસ સર્વિસિસ જેવા કોર્સમાં એડમિશન લઈ શકાય છે. અહીં બતાવેલ કોર્સ ઉપરાંત અન્ય કોર્સ પણ ઉપલબ્ધ છે.
વાત પગારની...
હવે સેલેરીની વાત કરીએ તો એન્ટ્રી લેવલ પર શેફને 4 થી 5 લાખનુ પેકેજ મળે છે. તેના બાદ એક્સપિરિયન્સની સાથે પગાર વધતો રહે છે. સીનિયર લેવલ પર પહોંચ્યા બાદ એક-એક શેફ 10 થી 30 લાખ રૂપિયા સુધીનું પેકેજ મેળવે છે.