પિતા કરતા ચાર ચાસણી ચઢે એવી છે ફરહાનની દીકરી, તેની કાતિલ અદા સામે અનન્યાનો પણ કોઈ ક્લાસ નથી!

Farhan Akhtar ની દીકરી શાક્ય અખ્તરની સ્ટાઈલ આમિરની દીકરી કરતા પણ હટકે છે, તેની તસવીરોએ કોહરામ મચાવ્યો છે 

પિતા કરતા ચાર ચાસણી ચઢે એવી છે ફરહાનની દીકરી, તેની કાતિલ અદા સામે અનન્યાનો પણ કોઈ ક્લાસ નથી!

Farhan Akhtar Daughter Shakya Akhtar: સ્ટાર કિડ્સ પર બોલિવુડનો નશો ન ચઢ્યો હોય તેવું ભાગ્યે જ બને છે. શાહરૂખની દીકરી સુહના હોય કે પછી કાજોલની દીકરી ન્યાસા, અમિતાભની પૌત્રી નવ્યા નંદા હોય કે પછી આમિરની દીકરી અને અનન્યા પાંડે હોય. આ તમામ ખબરમાં ચમકતા રહે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જે પાપારાઝી કલ્ચરથી દૂર રહે છે. આવા સ્ટાર કિડ્સમાં એક છે ફરહાન અખ્તર (Farhan Akhtar) ની દીકરી શાક્ય અખ્તર (Shakya Akhtar). આજે અમે તમને શાક્ય વિશે જણાવીશું, કે કેમ તે લાઈમલાઈટથી દૂર રહીને પણ સતત ચર્ચામાં રહે છે. 

ફરહાન અખ્તરના દરેક પાત્ર અને તેની દરેક ફિલ્મે બોલિવુડમાં અલગ છાપ છોડી છે. ફિલ્મી બેકગ્રાઉન્ડના હોવા છતા તેમણે પોતાના દમ પર બોલિવુડમાં ઓળખ બનાવી છે. પરંતુ શુ તમે જાણો છો કે, ફરહાન અખ્તરની દીકરી પણ સ્ટાઈલિશ છે. ફરહાન અખ્તરની દીકરીનું નામ શાક્યા અખ્તર છે, જેનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. 

શાક્યા અખ્તર એ ફરહાન અખ્તરની પહેલી પત્ની અધુના અખ્તરની દીકરી છે. લગ્નના 15 વર્ષ બાદ 2016 માં આ કપલ અલગ થયું હતું. આ કપલને બે દીકરીઓ છે, એક શાક્યા અને બીજી અકીરા. ફરહાન બંને દીકરીઓના ફેવરિટ પિતા છે, તેઓ સતત પોતાના સોશિયલ એકાઉન્ટ પર દીકરીઓની તસવીરો શેર કરતા રહે છે. 

શાક્યા અખ્તરે હાલમાં જ પોતાનો 21 મો જન્મદિવસ ઉજવ્યો. જેમાં પિતા ફરહાન તેના માટે લખ્યું કે, તને એક મજબૂત અને સ્વતંત્ર મહિલાના રૂપમાં વિકસિત થતુ જોવુ મારા જીવનનું સૌથી મોટુ સપનુ છે. મન તારા પર ગર્વ છે. તારી જિંદગીની પસાર થતી દરેક પળ સાથે હું તમને વધુ પ્રેમ કરુ છું.


 
અન્ય સ્ટાર કિડ્સની જે શાક્ય અખ્તરનું ઈન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ વધુ નથી. જોકે, તેના માત્ર 13,500 ફોલોઅર્સ છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે. 

પરંતું ફેશન સેન્સના મામલે શાક્ય અખ્તર અન્ય સ્ટાર કિડ્સને પણ પાણી પીવડાવે તેવી છે. તેની અદા અલગ છે. તે હંમેશા હિપ્પી અને જિપ્સી સ્ટાઈલમાં નજર આવે છે. તેને વાળને અલગ અલગ રંગોથી કલર કરવુ પણ બહુ જ પસંદ કરે છે. આખરે તેની માતા હેર સ્ટાઈલિસ્ટ છે, માતાના પ્રોફેશનની અસર તેના પર સીધી દેખાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news