Central Bank Of India Jobs : જેઓ સરકારી બેંકમાં નોકરી કરવા માંગે છે તેમના માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વેકેન્સી નીકળી છે. જોકે આ જગ્યા માટે અરજી કરવાનો સમય ઘણો ઓછો છે. પરંતુ સૌથી પહેલા જાણી લો કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેટલી જગ્યાઓ અને કઈ જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો અમે તમને જણાવી દઈએ કે હાલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 250 પદો પર વેકેન્સી છે. આ પોસ્ટ ચીફ મેનેજર અને સિનિયર મેનેજરના પદ માટે છે. આ વેકેન્સીની સંપૂર્ણ માહિતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
સૌરાષ્ટ્ર-કચ્છની 66માંથી 63 નગર પાલિકા કંગાળ, અધધ... કરોડ રૂપિયાનું બિલ બાકી!


આ પોસ્ટ માટે બમ્પર વેકેન્સી 


માહિતી અનુસાર, આ સરકારી બેંકમાં 250 પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાંથી ચીફ મેનેજર સ્કેલ IVની 50 જગ્યાઓ અને સિનિયર મેનેજર સ્કેલ III ની 200 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારો પાસે માત્ર 11 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય છે. ચીફ મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સિનિયર મેનેજરની પોસ્ટ માટે, મહત્તમ વય 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવી છે.


જરૂરી યોગ્યતા 


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આ પોસ્ટ્સ માટે, CAIIB અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 850 ચૂકવવા પડશે. જ્યારે, SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ માટે ઓનલાઈન પરીક્ષા બાદ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. આ પ્રક્રિયા માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.


આ પણ વાંચો:
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
SAVE MONEY: દરેક રેસ્ટોરન્ટ ફૂડ પર નથી વસૂલી શકતી GST, આ રીતે કરો બીલ ચેક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube