COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Central Bank of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની 5000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ આ અધિકૃત વેબસાઇટ - Centralbankofindia.co.in પર જઈને આ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે.


જાણો કેટલું સ્ટાઈપેન્ડ મળશે
આ સિવાય જણાવી દઈએ કે ઉમેદવારોની એપ્રેન્ટિસશિપ એક વર્ષની હશે. એપ્રેન્ટિસશીપ દરમિયાન, ઉમેદવારોને રૂ. 10,000 થી રૂ. 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઉમેદવારોને ગ્રામીણ સેમી અર્બન બ્રાન્ચમાં રૂ. 10,000, અર્બન બ્રાન્ચમાં રૂ. 12,000 અને મેટ્રો સિટીમાં રૂ. 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે.


ઉચ્ચ વય મર્યાદા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, SC, ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને OBC કેટેગરીના ઉમેદવારોને મહત્તમ 3 વર્ષની વય મર્યાદા આપવામાં આવશે.


SSC હવે 50,000થી વધુ પદો માટે કરશે ભરતી, જાણો નવી વેકેન્સી ડિટેલ્સ


Government Job: સરકારી નોકરી આવી ગઈ ભરતી, આ વખતે ચુકતા નહીં આ મોકો


સરકારી નોકરી જોઈએ છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના આ વિભાગમાં પડી છે જાહેરાતો


શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.


અરજી ફી
સામાન્ય શ્રેણીના ઉમેદવારો - રૂ. 800
એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો - રૂ. 600
દિવ્યાંગ - રૂ 400


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube