SSC GD Constable 2023: SSC હવે 50,000થી વધુ પદો માટે કરશે ભરતી, જાણો નવી વેકેન્સી ડિટેલ્સ

SSC GD constable 2023: Staff Selection Commission (SSC) દ્વારા 2022ની જીડી કોન્સ્ટેબલ ભરતી વર્ગ માટે જગ્યાની સંખ્યાને અપડેટ કરાઈ છે. જગ્યાની સંખ્યા હવે 45,284 થી વધારીને 50187 કરી દેવામાં આવી છે. 

SSC GD Constable 2023: SSC હવે 50,000થી વધુ પદો માટે કરશે ભરતી, જાણો નવી વેકેન્સી ડિટેલ્સ

SSC GD constable 2023: Staff Selection Commission (SSC) દ્વારા 2022ની જીડી કોન્સ્ટેબલ ભરતી વર્ગ માટે જગ્યાની સંખ્યાને અપડેટ કરાઈ છે. જગ્યાની સંખ્યા હવે 45,284 થી વધારીને 50187 કરી દેવામાં આવી છે. અભ્યર્થી ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર નોટિસ ચેક કરી શકે છે. 

નવી વેકેન્સીની માહિતી
નવી વેકેન્સીની ડિટેલ્સ મુજબ હવેપુરુષ કોન્સ્ટેબલના 44439 અને મહિલા કોન્સ્ટેબલના 5573 પદ છે. બીએસએફમાં 21052, સીઆઈએસએફમાં 6060, સીઆરપીએફમાં 11169, એસએસબીમાં 2274, આઈટીબીપીમાં 5642, અસમ રાઈફલ્સમાં 3601 અને એસએસએફમાં 214 વેકેન્સી છે. એનઆઈએમાં કોઈ વેકેન્સી નથી. એનસીબીમાં 175 વેકેન્સી છે. 

ડિટેલ નોટિફિકેશનની સીધી લિંક

SSC GD Constable 2023: આ સ્ટેપ્સને ફોલો કરો...

- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ  ssc.nic.in પર જવાનું રહેશે.

- ત્યારબાદ જીડી કોન્સ્ટેબલ 2022 રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. 

- પર્સનલ ડિટેલ્સ નાખો અને સબમિટ કરો. 

- જીડી કોન્સ્ટેબલ રિઝલ્ટ તમારી સામે હશે. 

- જીડી કોન્સ્ટેબલ રિઝલ્ટની એક કોપી ડાઉનલોડ કરો અને તમારી પાસે રાખો. 

એક્ઝામ ડેટ
એસએસસી જીડી કોન્સ્ટેબલ પરીક્ષા 2022 10 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2023 સુધીમાં આયોજિત કરાઈ હતી. જ્યારે પરીક્ષાની આન્સર કી 19 ફેબ્રુઆરીના રોજ બહાર પડી હતી. ભરતી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માં કોન્સ્ટેબલ (GD), અસમ રાઈફલ્સમાં SSF, રાઈફલમેન (GD) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્લૂરોમાં સિપાઈના પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. 

અભ્યર્થીની પંસદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE), શારીરિક દક્ષતા પરીક્ષા (PET), શારીરિક માનક પરીક્ષા (PST), ચિકિત્સા પરીક્ષા, અને દસ્તાવેજ ખરાપણા બાદ કરાશે. આયોગ તરફથી હાલ ભરતીનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આયોગ આ મહિને રિઝલ્ટ જાહેર કરી દેશે. અભ્યર્થીને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર સમયાંતરે ચેક કરતા રહે જેથી કરીને કોઈ મહત્વપૂર્ણ સૂચના છૂટે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news