નવી દિલ્હીઃ CCL Recruitment 2023: સેન્ટ્રલ કોલફીલ્ડ લિમિટેડમાં ભરતી નિકળી છે. ઇલેક્ટ્રીશિયલ (નોન-એક્સકાવેશન/ટેક્નિશિયલ, ડેપ્યુટી સર્વેયર અને આસિસ્ટન્ટ ફોરમેન (ઇલેક્ટ્રિકલ) સહિત ઘણા પદો ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે આ પદો પર અરજી કરવાની યોગ્યતા રાખો છો તો જલદી અરજી કરો. એપ્લીકેશન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023 છે. સેન્ટ્રલ કોલફીલ્ડ લિમિટેડમાં ભરતી માટે અરજી ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ centralcoalfields.in પર કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CCL Recruitment 2023 શૈક્ષણિક યોગ્યતા
અહીં કુલ 330 પદ ભરવામાં આવશે. જારી નોટિફિકેશન પ્રમાણે માઇનિંગ સિરદરની 77 પોસ્ટ, ઇલેક્ટ્રીશિયલ (નોન-એક્સકાવેશન)/ ટેક્નિશિયનની 26 પોસ્ટ, ડેપ્યુટી સર્વેયરની 20 પોસ્ટ અને આસિસ્ટન્ટ ફોરમેનના 107 પદ માટે ભરતી કરવાની છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો મેટ્રિકથી લઈને અલગ-અલગ પદો માટે તે પ્રમાણે યોગ્યતા માંગવામાં આવી છે. ઉમેદવારો જે પદ માટે અરજી કરશે તેની શૈક્ષણિક યોગ્યતા નોટિફિકેશનમાં જોઈ શકાય છે. નોટિસની લિંક આગળ આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ સાવધાન! જો તમે આવી રીતે નોકરી કરી રહ્યા છો, તો નહીં રહી શકો ખુશ, સ્ટડીમા મોટો ખુલાસો


અરજી ફી
ઓબીસી કેટેગરી માટે અરજી ફી 200 રૂપિયા છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. આ ભરતી માટે કઈ રીતે અરજી કરવાની છે, તેની જાણકારી આગળ આપવામાં આવી છે. સીસીએલ ભરતી માટે ઉમેદવારોએ કમ્પ્યૂટર એક્ઝામ આપવી પડશે. ટેસ્ટ સેન્ટર રાંચી, જમશેદપુર, ધનબાદ અને હજારીબાગ હોઈ શકે છે. તેની જાણકારી બાદમાં આપવામાં આવશે. 


સીસીએલ ભરતી માટે કરો અરજી
સેન્ટ્રલ કોલફીલ્ડ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ  centralcoalfields.in પર ક્લિક કરો.
હોમપેજ પર તમને  Employment Notice for Special Recruitment Drive for SC/ST/OBC પર ક્લિક કરો.
ત્યારબાદ તમારે નામ રજીસ્ટર કરવું પડશે.
ત્યારબાદ જનરેટ થયેલા લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
એ એપ્લિકેશન ફોર્મ ફિલ કરો અને માંગવામાં આવેલી જાણકારી આપો.
તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફોર્મ સબ્મિટ કરી દો. 


આ પણ વાંચોઃ આ સેક્ટરમાં સર્જાશે 1,50,000 નવી નોકરીની તકો, સરકારની PLI યોજનાનો મળશે ફાયદો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube