સાવધાન! જો તમે આવી રીતે નોકરી કરી રહ્યા છો, તો નહીં રહી શકો ખુશ, હાર્વર્ડની સ્ટડીમાં થયો મોટો ખુલાસો

હાર્વર્ડ યુનિવર્સિટીએ આ સંશોધન આજે નહીં પરંતુ આઠ દાયકા પહેલા 1938માં શરૂ કર્યું હતું. દુનિયાભરના 700 થી વધુ લોકો પર કરવામાં આવેલ આ સંશોધનમાં અનેક પ્રકારની મહત્વની માહિતી  રજૂ કરવામાં આવી છે.

સાવધાન! જો તમે આવી રીતે નોકરી કરી રહ્યા છો, તો નહીં રહી શકો ખુશ, હાર્વર્ડની સ્ટડીમાં થયો મોટો ખુલાસો

ઝી ન્યૂઝ/નવી દિલ્હી; તમે અનેકવાર સાંભળ્યું હશે કે લોકો એમ કહે છે કે  તેઓ તેમના કામથી ખુશ નથી. એક-બે નહીં પણ આવા અનેક લોકો છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો આ કામ વધુ કરતા જોવા મળે છે. જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં છો તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. 

જો કે  તે તમામ પ્રકારની નોકરીઓ સાથે સંબંધિત છે. પરંતુ એવું કહેવાય છે કે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં તણાવ સૌથી વધારે હોય છે. જેના કારણે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારાઓએ આ સમાચાર વાંચવા જ જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીએ નોકરી કરતા લોકો પર એક સંશોધન કર્યું છે અને આ સંશોધનના અહેવાલ અનુસાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેવી રીતે કામ કરતા લોકો તેમના વ્યવસાયિક જીવનમાં ખુશ નથી.

સંશોધનમાં શું બહાર આવ્યું:
જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુમાં છપાયેલા સમાચાર મુજબ હાર્વર્ડ યુનિવર્સિટીએ પોતાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો એકલા કામ કરે છે અથવા ઓફિસમાં ઘણા બધા લોકો સાથે વાતચીત કરતા નથી. તેઓ તેમની પ્રોફેશનલ લાઈફમાં ખુશ નથી હોતા. તેમના સહ કર્મચારીઓ સાથે સારા સંબંધો બનાવી શકતા નથી. માટે તેઓ તેમના વ્યાવસાયિક જીવનમાં ખૂબ ખુશ નથી. આ રિસર્ચમાં સૌથી મહત્વની વાત એ હતી કે જો તમારે ખુશ રહેવું હોય તો તમારે લોકો સાથે સકારાત્મક સંબંધો બનાવવા પડશે. સારું સ્વાસ્થ્ય, પુષ્કળ પૈસા કે લાંબુ આયુષ્ય તમારી ખુશીનું કારણ બની શકતું નથી.

આ સંશોધન ક્યારે થયું:
હાર્વર્ડ યુનિવર્સિટીએ આ સંશોધન આજથી નહીં પરંતુ આઠ દાયકા પહેલા 1938માં શરૂ કર્યું હતું. દુનિયાભરના 700 થી વધુ લોકો પર કરવામાં આવેલ આ સંશોધનમાં અનેક પ્રકારની મહત્વની માહિતી રજૂ કરવામાં આવી. આ સંશોધન પર હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોવિજ્ઞાન વિભાગના વડા ડો. રોબર્ટ વલ્ડિંગરે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી સીએનબીસીને એક ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે જો તમે લોકો સાથે વધુ સકારાત્મક રીતે જોડાયેલા છો, તો તમે તમારા કામથી વધુ સંતુષ્ટ અનુભવો છો. અને આમ કરવાની શક્યતા વધુ છે.આના કારણે તમે ખુશ રહો છો અને વધુ સારું કામ પણ કરે છે.

આ પ્રકારનું કામ કરનારા લોકો બહુ ખુશ હોતા નથી:
આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક એવા પ્રોફેશન્સ છે જ્યાં લોકોને એકલા કામ કરવું પડે છે. જેના કારણે તેઓ બહુ ખુશ નથી. આ વ્યવસાયમાં ટ્રક ડ્રાઈવર, રાત્રે કામ કરતા સિક્યોરિટી ગાર્ડ, ફૂડ ડિલિવરી બોય અથવા ઓનલાઈન રિટેલ અથવા વેરહાઉસમાં કામ કરતા લોકોની છે. જે લોકો આ પ્રકારનું કામ કરે છે તેઓ મોટાભાગે એકલા કામ કરે છે. આ કારણે તેઓ તેમના સહકર્મચારીઓ સાથે વધુ સંબંધ ધરાવતા નથી. આ જ કારણ છે કે તેઓ તેમની પ્રોફેશનલ લાઈફમાં બહુ ખુશ હોતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news