વૈશ્વિક ડિજિટલ સર્વિસ અને સોલ્યુશન પ્રોવાઈડર કંપની કોફોર્જના (Coforge) 21 હજારથી વધુ કર્મચારીઓને અદ્ભુત ભેટ મળવા જઈ રહી છે. કંપનીની આવક એક અબજ ડોલરને પાર કરી ગઈ છે. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને કંપનીએ તેના 21,000 થી વધુ કર્મચારીઓને Apple iPad ભેટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કંપનીની આવક એક અબજ ડોલરને વટાવી ગઈ છે. ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 22.7 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 811.7 કરોડ રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ
ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.
ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...


માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 5.6 ટકા વધીને રૂ. 2,170 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો પાછલા વર્ષની સરખામણીમાં 12.1 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 232.7 કરોડ રહ્યો હતો. ગયા નાણાકીય વર્ષના અંતે કંપની પાસે 23,224 કર્મચારીઓ હતા. કંપનીએ છેલ્લા ક્વાર્ટર દરમિયાન 719 નવા લોકોની ભરતી કરી છે. કોફોર્જ લિમિટેડના સીઈઓ સુધીર સિંઘે જણાવ્યું હતું કે કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં બે મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીએ કંપનીનો ગ્રોથ પાંચ ટકા હતો. ઉપરાંત, કંપનીએ એક અબજ ડોલરની આવકને પાર કરી હતી.


કંપનીએ નાણાકીય વર્ષ 2024માં આવકમાં 13 થી 16 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 19નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આ ચૂકવણીની રેકોર્ડ તારીખ 9 મે, 2023 રાખવામાં આવી છે. કોફોર્જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકને બિઝનેસ ઈંટેલીજેન્ટ અને હાઈ ગ્રોથ એન્ટરપ્રાઈઝમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. કંપની 21 દેશોમાં હાજરી ધરાવે છે અને 25 ડિલિવરી કેન્દ્રો નવ દેશોમાં ફેલાયેલા છે.


આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube