ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર
DARC fellowship : જો તમે પણ રોજગારની શોધમાં છે તો દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવનાર તક તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. દિલ્હી સચિવાલય (Delhi Secretariat) એ દિલ્હી એસેંબલી રિસર્ચ સેંટર (DARC) ના ફેલોશિપ પોગ્રામ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હી: DARC fellowship : જો તમે પણ રોજગારની શોધમાં છે તો દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવનાર તક તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. દિલ્હી સચિવાલય (Delhi Secretariat) એ દિલ્હી એસેંબલી રિસર્ચ સેંટર (DARC) ના ફેલોશિપ પોગ્રામ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો તમે પણ તેની સાથે જોડાવવા માંગો છો તો DARC ની વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો. દિલ્હી એસેંબલી રિસર્ચ સેંટર દ્વારા કુલ 140 પદ માટે અરજી કરી શકાશો. તેમાંથી 50 પદ પર ફેલો અને 90 પર એસોસિએટ ફેલોની નિમણૂંક કરવામાં આવશે.
અઠવાડિયાના પ્રથમ દિવસે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો તમારા શહેરોનો ભાવ
25 ફેબ્રુઆરી સુધી કરી શકો છો અરજી
આ પદો માટે અરજી પ્રક્રિયા પહેલાં જ શરૂ થઇ ચૂકી છે. અરજી કરવાની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી 2019 છે. અરજીના આધારે પહેલી શોર્ટ લિસ્ટ 9 માર્ચ 2019ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ ઇન્ટરવ્યૂં શરૂ કરવામાં આવશે. ઓફિશિયલ રિલીઝમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર સંબંધિત પદો માટે ફાઇનલ રિજલ્ટ 22 માર્ચ 2019ના રોજ જાહેર કરવામાં આવશે. ફેલો અને એસોસિએટ ફેલો બંને દિલ્હી વિધાનસભાના સભ્યો (MLA) સાથે કામ કરવાની તક મળશે. ફેલોશિપ 1 એપ્રિલ 2019થી મળવાની શરૂ થશે.
LIC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, ફસાઇ શકે છે તમારા પૈસા, 1 માર્ચ પતાવી દો આ કામ
ફેલોશિપના નિયમ
ફાઇનલ સિલેક્ટ થયેલા ફેલોને ધારાસભ્ય માટે રિસર્ચ ડેટાના ફેક્ટને ચેક કરવા અને ઇંફોર્મેશન ઓન પબ્લિક પોલિસી પર કામ કરવાની સાથે જ લોકલ કંડીશંસના પ્રોગ્રામ વગેરે પર કામ કરવાનું રહેશે. આ ઉપરાંત લાગૂ કરવામાં આવેલી સ્કીમમાં આવનાર કોઇ સમસ્યાનું નિરાકરણ વગેરેનું કામ કરવું પડશે.
વય મર્યાદા અને યોગ્યતા
અરજી કરનારા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 અને વધુમાં વધુ 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2019ના આધારે કરવામાં આવશે. બંને પદો માટે અલગ-અલગ યોગ્યતાની જરૂર છે. પદ માટે સ્તાનકથી માંડીને પીએચડી સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તે ઓફિશિયલ નોટિફિકેશનને જરૂર ચેક કરે. આ ઉપરાંત ઉમેદવાર પાસે ચાર વર્ષનો અનુભવ અને પ્રોફેશનલ સીએ, આર્કિટેક્ટ, સીએસ વગેરે ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
શું કરશો જ્યારે Credit card પેમેંટ ડ્યૂ થાય, અને પેમેંટ માટે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય?
એસોસિએટ ફેલો
માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા સાથે પીજી અથવા સમકક્ષ ડિગ્રી હોય. પ્રોફેશનલ કોર્સ જેવા એમબીબીએસ અથવા એલએલબી વગેરે કરેલો હોવો જોઇએ. અથવા પ્રોફેશનલ જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટંટ, આર્કિટેક્ટ, કંપની સેક્રેટરી વગેરે તરીકે રજિસ્ટ્રેશન હોય અથવા 60 ટકા પોઇન્ટની સાથે સ્નાતક હોય, સાથે જ એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
આ રીતે કરો અરજી
- સૌથી પહેલાં DARC ની ઓફિશિયલ વેબસાઇટ www.darc.dtu.ac.in પર લોગ ઇન કરો.
- ત્યારબાદ હોમ પેજ પર આપવામાં આવેલ 'એપ્લાઇ નાઉ' પર ક્લિક કરો.
- હવે નવું વેબપેજ ખુલશે તેમાં વ્યક્તિગત જાણકારી ભરો અને રજિસ્ટર કરો.
- ત્યારબાદ લોગ-ઇન આઇડી જનરેટ કરો અને અરજીમાં માંગવામાં આવેલી બધી જાણકારી ભરો.
આ મહિને લોન્ચ થશે Samsung નો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી 'M30' સ્માર્ટફોન
પગાર
ફાઇનલ સિલેક્ટ થયેલા ફેલોને 1 લાખ રૂપિયા દર મહિને અને એસોસિએટ ફેલોને 60 હજાર રૂપિયા દર મહિને સ્ટાઇપેડ તરીકે આપવામાં આવશે.