શું કરશો જ્યારે Credit card પેમેંટ ડ્યૂ થાય, અને પેમેંટ માટે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય?

શું કરશો જ્યારે Credit card પેમેંટ ડ્યૂ થાય, અને પેમેંટ માટે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય?

મોટાભાગે એવું થયું હોય છે જ્યારે આપણે Credit card વડે જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરી દઇએ છીએ અને Credit card statement જોઇને હોશ ઉડી જાય છે. હાલાત ત્યારે ખરાબ થાય છે, જ્યારે બેંક એકાઉન્ટ (Bank acccount)માં પેમેંટ માટે પુરતા પૈસા ન હોય. એવામાં પેમેંટને આવતા મહિના માટે ટાળવામાં સમજદારી નથી. આવો જાણીએ એવામાં શું કરશો.  

Credit card પેમેંટને ટાળ્યું તો શું થશે?
જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેંટ ન કર્યું અને તેને આગામી મહિના માટે ટાળી દીધું, તો તેના બે નુકસાન છે-1. આગામી મહિને તમારે પુરૂ પેમેંટ કરવું પડશે, સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે. 2) પુરા પૈસા આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઇ શકે છે. એ પણ બની શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જાય અને ફરી પેમેંટ ન કરી શકો.

મિનિમમ ડ્યૂ પેમેંટ જરૂર કરો
તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલને ધ્યાનથી જોશે તો ખબર પડશે કે ટોટલ આઉટસ્ટેન્ડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખી હોય છે. જો તમે મિનિમમ પેમેંટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે જ ક્રેડિટ હિસ્ટ્રી પણ ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું છે, તો મિનિમમ પેમેંટ કરીને આગામી મહિનાના ખર્ચ પર લગામ લગાવીને તમે તમારું પેમેંટ કરી શકો છો. 

Credit card લિમિટથી વધુ ખર્ચ કરશો તો શું થશે?
દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. દર મહિને આટલી રકમ તમે ખર્ચ કરી શકો છો. પેમેંટ ડેટ પર ખર્ચ કરવામાં આવેલી રકમ ચૂકવતાં તમારે કોઇ એક્સ્ટ્રા ચાર્જ અથવા વ્યાજ આપવું નહી પડે. જોકે તમે ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કર્યું તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ લગભગ 600થી 1000 રૂપિયા સુધી હોઇ શકે છે. એટલા માટે સારું રહેશે કે તમારી ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો, અને તેનાથી વધુ ખર્ચ કરશો નહી. તમે ક્રેડિટ કાર્ડ કંપનીનો સંપર્ક કરી તમારી ક્રેડિટ લિમિટ વધારી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news