BSF Recruitment 2023: બીએસએફ એટલે કે સીમા સુરક્ષા બળમાં હેડ કોન્સ્ટેબલના પદો માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે 22 એપ્રિલથી ઓનલાઇન અરજી શરૂ થશે. BSF એ કુલ 247 પદ માટે ભરતી અભ્યાન શરૂ કર્યું છે. જેમાં 217 હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર્સ અને 30 હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિક્સની જગ્યા ઉપલબ્ધ છે. સેનામાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો 12 મે 2023 સુધીમાં બીએસએફની અધિકારીક વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Recruitment 2023: ઈસરોમાં સરકારી નોકરી કરવાની તક, 24 એપ્રિલ સુધીમાં કરો આ રીતે Apply


Higher Education માં રસ નથી તો પણ આ ક્ષેત્રોમાં કરી શકો છો મોટી કમાણી


Jobs 2023: પ્રસાર ભારતીમાં વીડિયોગ્રાફર પદ માટે નિકળી વેકેન્સી, આ રહી તમામ ડિટેલ્સ


શૈક્ષણિક યોગ્યતા


બીએસએફમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાન દ્વારા ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં કુલ 60% સાથે ધોરણ 12 પાસ કરેલા હોવા જોઈએ. આ પદ માટે ધોરણ 10 પાસ પણ એપ્લાય કરી શકે છે. સાથે જ ઉમેદવારો પાસે બે વર્ષના આઈ.ટી.આઈ કોર્સ નું સર્ટિફિકેટ હોવું જોઈએ.


બીએસએફમાં ભરતી માટે વય મર્યાદા


બીએસએફમાં ભરતી માટે જે ઉમેદવારો આવેદન કરે તેમની ઉંમર 12 મે 2023 ના રોજ 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી આદેશ અનુસાર અનુસૂચિત જાતિ સહિતના વર્ગ શ્રેણીના ઉમેદવારોને વહી મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 


બીએસએફમાં નોકરીનો પગાર


જે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી કરવામાં આવશે તેમને સાતમા પગાર પંચ અનુસાર મેટ્રિક્સ લેવલ ચાર માં 25,500 રૂપિયાથી લઈ 81,100 સુધીનું વેતન આપવામાં આવશે. સાથે જ સમય સમય પર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે લાભ જાહેર થાય છે તે પણ મળવાપાત્ર રહેશે.