Recruitment 2023: ઈસરોમાં સરકારી નોકરી કરવાની તક, 24 એપ્રિલ સુધીમાં કરો આ રીતે Apply

ISRO Recruitment 2023: ISRO દ્વારા 26 માર્ચ 2023 ના રોજ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પદો માટે અરજી કરવાની છેલ્લી તક છે. ઈસરોમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન, હેવી વ્હીકલ ડ્રાઈવર, લાઇટ વ્હીકલ ડ્રાઈવર અને ફાયરમેન સહિત કુલ 63 જગ્યાઓમાં ભરતી કરવામાં આવી હતી. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023 છે. 

Recruitment 2023: ઈસરોમાં સરકારી નોકરી કરવાની તક, 24 એપ્રિલ સુધીમાં કરો આ રીતે Apply

ISRO Recruitment 2023: સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈસરોમાં સરકારી નોકરીની તક મળી રહી છે. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના મહેન્દ્રગિરી ખાતે સ્થિત ISRO IPRC માં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ISRO દ્વારા 26 માર્ચ 2023 ના રોજ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પદો માટે અરજી કરવાની છેલ્લી તક છે. ઈસરોમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન, હેવી વ્હીકલ ડ્રાઈવર, લાઇટ વ્હીકલ ડ્રાઈવર અને ફાયરમેન સહિત કુલ 63 જગ્યાઓમાં ભરતી કરવામાં આવી હતી. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023 છે. 

આ પણ વાંચો :

આ રીતે કરો નોકરી માટે અરજી 

ISRO દ્વારા જાહેર કરાયેલી જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો IPRCની અધિકૃત વેબસાઇટ prc.gov.in પર કારકિર્દી વિભાગમાંથી સંબંધિત ભરતીની જાહેરાત ડાઉનલોડ કરી શકે છે. તેમજ એપ્લિકેશન પેજ પર  ઉમેદવારો નોંધણી કરાવી શકે છે. ઉમેદવાર જરૂરી વિગતો સાથે લોગ ઇન કરીને  નોકરી માટે અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારોએ ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે 750 રૂપિયા અને અન્ય પોસ્ટ માટે 500 રૂપિયાની ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.  

ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી અંતર્ગત ટેકનિકલ આસિસ્ટેંટ પદ માટે અરજી કરનાર વ્યક્તિ સંબંધિત અભ્યાસક્રમમાં ઈંજીનિયરિંગ ડિપ્લોમા કરેલા હોવા જોઈએ. ટેકનિશિયનના પદ માટે ઉમેદવાર ધોરણ 10 પાસ સાથે આઈટીઆઈ અથવા એનસીવીટી પ્રમાણપત્ર ધરાવતાં હોવા જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news