કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય
Canada Work Permit : કેનેડાએ પહેલીવાર હંગામી વીઝાની સંખ્યા ઘટાડશે...હંગામી વિઝા પર આવતા કામદારો-વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળ નોંધાયો...હંગામી વીઝા ધારકોના વસતી પ્રમાણને ઘટાડીને 5% કરાશે...કેનેડામાં 2023માં 25 લાખ હંગામી વિઝાધારકો વસી રહ્યા છે
Canada Housing Crises : ગુજરાતના યુથ હવે કેનેડા તરફ માઈગ્રેટ થઈ રહ્યાં છે, ત્યારે કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. કેનેડા પહેલીવાર હંગામી વિઝાની સંખ્યા ઘટાડશે. હંગામી વિઝા પર આવતા કામદારો-વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવતા આ નિર્ણય લેવાયો છે. હંગામી વિઝાધારકોના વસતી પ્રમાણને ઘટાડીને 5% કરવાનું નક્કી કરાયું છે.
થોડા વર્ષો પહેલા કેનેડાએ વિદેશના નાગિરકો માટે પોતાના દેશના દરવાજા ખોલી દીધા હતા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, બહારના દેશોમાંથી મોટી સંખ્યામાં આવી ગયેલા નાગરિકોને કારણે હાલ કેનેડા અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. કેનેડામાં વસતી વધતા કેટલીક સમસ્યાઓ વધી રહી છે. હાલ કેનેડા વિવિધ સમસ્યાઓનું કારણ કરી રહ્યાં છે. આર્થિક વિકાસ ને શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સનો સહારો લેતી હતી. આ કારણે હવે કેનેડા સરકાર સંકટમાં આવી ગઈ છે. કેનેડામાં હાલ મકાનની અથત તથા અન્ય જરૂરિયાતી સેવાઓમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે પહેલીવાર કેનેડાએ તેના હંગામી વિઝાધારકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કેનેડામાં 2023માં કુલ વસ્તીમાં હંગામી વિઝાધારકોની વસતીનું પ્રમાણ 6.5% છે. કેનેડામાં 2023માં 25 લાખ હંગામી વિઝાધારકો વસી રહ્યા છે. હાલ દેસ આવાસ સુવિધાની અછતનો સામનો કરી રહ્યું છે. ત્યારે કેનેડામાં વસતી પણ કુદકેને ભૂસકે વધી રહી છે. આ કારણે શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓને મોટી અસર પડી રહે છે. આ કારણે હવે કેનેડાએ હંગામી વિઝાધારકો પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
કેનેડાની સરકારે હંગામી વિઝા ધારકોને સંખ્યા આગામી ત્રણ વર્ષમાં ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોને મોટો ફટકો પડશે. ભારતીયોના કેનેડામાં જઈને ડોલર કમાવવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
આ પણ વાંચો
કેનેડામાં રોટલો ને ઓટલો નથી મળી રહ્યો, MBA દીકરી કોઈ રેસ્ટોરન્ટમાં કચરા-પોતા કરે છે
ભારતમાં કામવાળીઓ વચ્ચે રહેતી તમારી લાડલીને કેનેડામાં કોઈ પાણીનો ય ભાવ પૂછતું નથી
ગુજરાતીઓના ખ્વાબ ચકનાચૂર થયા, કેનેડામાં કાયમી વસવાટના ખ્વાબ છોડી રહ્યાં છે લોકો
પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ