Free Medical Education: દરેક મા-બાપ ઈચ્છે છે કે તેમના બાળકો મોટા થઈને ડૉક્ટર અને એન્જિનિયર બને, પરંતુ જ્યારે ડૉક્ટર બનવાની વાત આવે છે ત્યારે સૌથી મોટો મુદ્દો ફીનો હોય છે. જો તમારે ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવો હોય તો તેની કિંમત લાખોમાં આવે છે. તેથી જ, મેડિકલનો અભ્યાસ કરવા માટે, વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દેશો તરફ વળે છે જ્યાં તબીબી શિક્ષણ સસ્તું છે. પરંતુ હવે ભારતમાં પણ તે શક્ય બનવા જઈ રહ્યું છે. દેશમાં મેડિકલ અભ્યાસ મફતમાં થશે. હા તમે બિલકુલ સાચું વાંચ્યું. ભારતમાં મેડિકલ એજ્યુકેશન ફ્રી થવા જઈ રહ્યું છે. કોઈએ એક રૂપિયો ફી ચૂકવવાની રહેશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Test Drive લેતી વખતે જો ભૂલથી કારનો અકસ્માત થાય તો કેટલું વળતર ચૂકવવું પડશે? જાણો...


વડાપ્રધાન મોદી આ નવી મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. આ કોલેજમાં 100 વિદ્યાર્થીઓને મફતમાં મેડિકલ અભ્યાસ (NEET UG ફ્રી એડમિશન) કરવાની તક મળશે. દેશમાં મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે ત્યારે આ કોલેજ વિદ્યાર્થીઓને મફતમાં તબીબી શિક્ષણ આપીને તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરશે.


Covid-19: Modernaની વેક્સીનની કિંમત 5 ઘણી વધારવાની યોજના,1 ડોઝના ખર્ચવા પડશે 11 હજાર


આ કૉલેજ કર્ણાટકની શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ છે. આ માટે એવી શરત રાખવામાં આવી છે કે આ કોલેજમાંથી ફ્રીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 5 વર્ષ સુધી આ કોલેજની હોસ્પિટલમાં સેવા આપવાની રહેશે. આ અંગે સહમત થયા બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.


AloeVera: ખાલી જેલ નહીં ખાવામાં પણ કરો ઉપયોગ, આ છે સરળ ટિપ્સ, શરીરને થશે મોટા ફાયદા


બેઠકોની વાત કરીએ તો આ કોલેજમાં કુલ 100 બેઠકો છે. તેમાંથી 50 બેઠકો પર પ્રવેશ સરકારી ક્વોટા દ્વારા આપવામાં આવશે, જ્યારે બાકીની 50 બેઠકો પર મેનેજમેન્ટ ક્વોટા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે બંને ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલેજની ફી ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો વગેરે જેવી જરૂરી વસ્તુઓ પણ મફતમાં આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.